સ્નેહનુ સગપણ


.                            સ્નેહનુ સગપણ

તાઃ૩૦/૧૦/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચું સગપણ એતો સ્નેહ છે,ના જન્મના બંધન હોય
મળતી માનવતા સંસારમાં,ત્યાંજ કર્મનાબંધન હોય
.                                    ………….સાચું સગપણ એતો સ્નેહ છે.
શીતળ જીવન માનવપ્રેમ,ભટકે ના જીવન આમતેમ
લાગણીપ્રેમ તો છે અંતરથી,નિરખી શકે ન કોઇ એમ
મળતીપ્રીત અનેરી જીવને,જ્યાં દેહનિર્મળ થઈ જાય
હશીખુશીની કેડી જીવનમાં,ખોલીદે જીવના મુક્તિદ્વાર
.                                   …………..સાચું સગપણ એતો સ્નેહ છે.
માયામળતાં માબાપની,જીવનું બાળપણ સુધરી જાય
આશીર્વાદની એકજ ટપલી,દેહને ઉજ્વળ જીવન દેતી
સ્નેહ એજ છે સાચુસગપણ,જીવનની ઝંઝટો છુટી જાય
કરી લીધેલા કામ પ્રેમથી,આધી વ્યાધીઓને તોડીજાય
.                                    …………..સાચું સગપણ એતો સ્નેહ છે.

=====================================

મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ


.        મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ

તાઃ૨૯/૧૦/૨૦૧૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

.       અવનીપરના આગમનની તારીખ સચવાઇ ગઈ
વર્ષ ના પકડાતાં એક એકાવન ને બીજુ છપ્પન મળ્યુ ભઈ
.     જીવનની સરગમને મનોજભાઇએ કલાથી પકડી અહીં
ત્યાં કલ્પનાબેનના અખંડ સહવાસે કલ્પના સફળ થઈ ગઈ
.          એકસઠનો આંકડો પકડ્યો દેહથી મનોજભાઇએ
.               ત્યાં કલ્પનાબેન કહે હું સત્તાવનની થઈ.

.                                (October 26)

.         અમારા હ્યુસ્ટનમાં સરસ્વતી સંતાનના સહવાસમાં રહેતા ગાયક,લેખક અને
સંગીતકારની પદવી પામેલા શ્રી મનોજભાઇ (૧૯૫૧) અને એક જ તારીખે જન્મેલા
તેમના જીવનસાથી શ્રીમતી  કલ્પનાબેન (૧૯૫૬)ની જન્મદીનની પ્રદીપ બ્રહ્મભટ્ટ
અને પરિવાર તરફથી જય જલારામ સહિત શુભેચ્છા કે પરમાત્મા તેમના જીવનની
સર્વ મનોકામના પુર્ણ કરે.