Posted on નવેમ્બર 17, 2011 by Pradip Brahmbhatt
. સેવાનો સહવાસ
તાઃ૧૭/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનના સહવાસથી,મળે જગતમાં જીવને ભગવાન
મુની આશ્રમમાં સેવાને નિરખી,દઈ દેવાય મનથી સન્માન
. ……………..સરળ જીવનના સહવાસથી.
દેહને મળતી વ્યાધીઓ જીવને,દેહની ઉંમર થતાં જ દેખાય
લાકડીનો એક ટેકો લેતાં દેહથી.જીવનમાં ડગલાં ચાર ભરાય
માગે નામળતો પ્રેમ દેહને,જે આમુની આશ્રમમાં મળી જાય
સેવાકરતાં દરેક જીવોને,સંત જલાસાંઇની કૃપાય મળી જાય
. ……………..સરળ જીવનના સહવાસથી.
સુખ દુઃખની સાંકળ છે સંસાર,જે ઉંમરે દેહને જકડી જ જાય
સંસ્કારની આકેડી છુટતાં સંતાને,માબાપના હૈયા દુઃખી થાય
મળી જાય જ્યાં સહવાસ આશ્રમે,ત્યાં સુખનીવર્ષા થઈ જાય
આર્શીવાદો મળે કર્મચારીઓને,જે એજીવોનું કલ્યાણ કરીજાય
. ……………..સરળ જીવનના સહવાસથી.
રાજુબેનની છે શ્રધ્ધા સાચી,જે આવેલ ઘરડાંને ખુશ કરી જાય
ભોજન ને સેવાની કેડી લેતાં,સૌના આર્શીવાદ પણ મળી જાય
હિંમતભાઇની છે પ્રીત પ્રભુથી,એતો તેમના વર્તનથીજ દેખાય
જલાસાંઇની પ્રાર્થના કરતાં,પ્રદીપને હૈયે અનંત આનંદ થાય
. ……………..સરળ જીવનના સહવાસથી.
ના દીઠી મેં માયા આશ્રમમાં,નિર્મળ પ્રેમ જીવોનો મળી જાય
વર્ષો વરસથી સેવા કરતાં,આશ્રમ ઘરડાંનુ મંદીર છે કહેવાય
મળે તક જો સેવાની જીવને,તોમળેલ દેહનુ કલ્યાણ થઈજાય
આધી વ્યાધી ના બારણે આવે,સાચા સંતની કૃપા મળી જાય
. ……………..સરળ જીવનના સહવાસથી.
સંસ્કારની કેડી છુટી કુટુંબમાં,ત્યાંમળ્યો મને ભક્તિનો સહવાસ
પિતાએ દીધેલ ભક્તિની કેડીએ,જીવનમાં અખંડ શાંન્તિ થઈ
મોહમાયાને ત્યજી દેતાં,વ્હાલાપિતાના આર્શીવાદ મળ્યાઅહીં
સત્કર્મોની કેડી જોતાં,પ્રદીપ,રમા,રવિ,દીપલ રાજી થયા ભઇ.
. ………………સરળ જીવનના સહવાસથી.
==============================================
. .ગોરજ મુની સેવા આશ્રમની મુલાકાતે મારા પુજ્ય પિતાજીને મળતાં મારા જીવનમાં
સર્વ પ્રથમ ઘણો જ આનંદ થયો.આ સેવા આશ્રમમાં કામ કરતાં કર્મચારીઓની નિખાલસ સેવા
જોતા અનહદ શાંન્તિ થઈ.ઘરડા વડીલોની સેવા કરવી તેમને સમયસર ખાવાપિવાનુ આપવુ
અને તેમના સંતાનની જેમ દરકાર કરવી એ કર્મચારીઓની લાયકાત મેં જોઇ.ઘણી જ સુંદરરીતે
ત્યાં રહેતા વડીલોની સેવા કરી કર્મચારીઓ પોતાનો જન્મ સાર્થક કરી વૃધ્ધોની સેવા કરે છે જે
ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.અને તેથી જ લખાણ યાદગીરી રૂપે અર્પણ કરુ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર.(હ્યુસ્ટન,ટેક્ષાસ)
Filed under: પ્રાસંગિક કાવ્યો | 1 Comment »
Posted on નવેમ્બર 15, 2011 by Pradip Brahmbhatt
. કળીયુગી વરદાન
તાઃ૧૦/૧૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગેથી ના મળતો પ્રેમ,કે નામાગેથી મળતાં ધનદાન
મળતી માયા સંગે રહેવા,એતો છે કળીયુગના વરદાન
. ……………..માગેથી ના મળતો પ્રેમ.
સુંદર કાયાને માયા વળગતાં,જીંદગી આ વેડફાઇ જાય
પ્રેમપ્રેમની રાહ જોતાં જીવનમાં,દેહનો અંત આવી જાય
કળીયુગની આ અજબલીલા.જે સાચી ભક્તિએ સમજાય
વંદન કરતાં જલાસાંઇને,મળેલ આજન્મ સફળ થઈજાય
. ……………….માગેથી ના મળતો પ્રેમ.
મોહમાયાનાછે બંધન સૌને,જગમાં ના કોઇથીય છોડાય
સરળજીવનની એકજ કેડી,જે જીવને ભક્તિમાર્ગ દઈજાય
લાગણી પ્રેમ એ જીવનીજ્યોત,જે આનંદમંગળ કરી જાય
મળે જીવનેકેડી આશીર્વાદની,જે વડીલના વંદને મેળવાય
. ………………માગેથી ના મળતો પ્રેમ.
=========================================
Filed under: Uncategorized | Leave a comment »
Posted on નવેમ્બર 4, 2011 by Pradip Brahmbhatt
. . પકડી લીધી
તાઃ૪/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાકડી પકડી હાથમાં દેહે,ત્યાંજ કુદરતની કળા દેખાય
ઉંમર આવતાં આવે હાથમાં.કદીક માર દેવાય લેવાય
. …………..લાકડી પકડી હાથમાં દેહે.
કળીયુગની કામણલીલામાં,સમજ ધીરે આવતી જાય
ભણતરની જ્યાં પકડી કેડી,આજીવન સરળ થતુ જાય
મળે માબાપનોપ્રેમ અંતરથી,વ્યાધીઓ ભાગતી જાય
આવીઆંગણે કૃપામળે જીવને,ત્યાં શાંન્તિ મળતીજાય
. …………….લાકડી પકડી હાથમાં દેહે.
પકડ જીવનમાં ઘણી મળે,જે સમયે સમજીને પકડાય
ભક્તિપ્રેમની પકડ જીવનમાં,જે સુખશાંન્તિ દઈ જાય
હીંમત રાખી કામ પકડતાં,સદા વિશ્વાસે જીતી જવાય
પકડે કાયા જ્યાંમોહમાયાને,ત્યાં જીવન વેડફાઇ જાય
. ……………લાકડી પકડી હાથમાં દેહે.
++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on નવેમ્બર 3, 2011 by Pradip Brahmbhatt

.
.
.
.
.
.
.
.
.
. બાબાની દ્રષ્ટિ
તાઃ૩/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત પ્રેમની પકડી મનથી,ત્યાં પડી સાંઇ બાબાની દ્રષ્ટિ
નિર્મળ સ્નેહને માનવતા દેતા,તો આપી દીધી મને લગડી
બોલો ૐ સાંઇ નમઃ બાબા ૐ સાંઇનમઃબાબા ૐ સાંઈ નમઃ
. ……………જ્યોત પ્રેમની પકડી મનથી.
બારણુ ખોલતા ભક્તિનું જીવનમાં,મને પ્રેરણા આપી ગયા
નિર્મળ જીવન જીવવા કાજે,કળીયુગની ચાદર ખેંચી ગયા
મોહમાયાના બંધન છૂટતાં,શીતળ સાંઇબાબાની દ્રષ્ટિ પડી
મનની શાંન્તિ તનની શાંન્તિ,જીવનમાંય શાંન્તિ મળી રહી
. ……………જ્યોત પ્રેમની પકડી મનથી.
ભોલેનાથ જેમ અખુટ ભંડારી,સાંઇ બાબા તેમ છે તારણહારી
ભક્તપ્રેમની અતુટલીલા,સાચી ભક્તિએ સૌ ભક્તોએ માણી
આવી આંગણે દર્શન દેતા,શ્રધ્ધા ભક્તિનો એ પ્રેમ નિરખતા
મુક્તિ માર્ગ ખોલીને જીવનો,મનની શાંન્તિ એ ભક્તિએ દેતા
. ……………જ્યોત પ્રેમની પકડી મનથી.
****************************************************
Filed under: પ્રેમગીત | Leave a comment »
Posted on નવેમ્બર 2, 2011 by Pradip Brahmbhatt
. લાયકાતની કેડી
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલા માન જીવનમાં,સુખના સોપાન એ કહેવાય
લાયકાતની કેડી મેળવતાં,સૌ કામ સફળ થઈ જાય
. ………….મળેલા માન જીવનમાં.
ભણતર દે જીવનને કેડી,જે મહેનત કરીનેજ સચવાય
ધન વૈભવ દોડીને આવે,જ્યાં જીવને રાહ મળી જાય
વંદનકરતાં માબાપને,લાયકાતે આશીર્વાદમેળવાય
ઉજ્વળરાહ મળેજીવને,જે દેહનું ધન્યજીવન કરીજાય
. ………….મળેલા માન જીવનમાં.
મોહમાયાથી દુર રહેતાં ,દેહે મહેનતનો સંગ મેળવાય
સાચી કેડી જીવનમાં મેળવતાંજ,લાયકાત મળી જાય
શાંન્તિનો સહવાસ રહે ત્યાં,જ્યાં ભક્તિ્ય પ્રેમથી થાય
આધીવ્યાધી નાઆવે વચ્ચે,જ્યાં કુદરતની કૃપાથાય
. ………….. મળેલા માન જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++=
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on નવેમ્બર 2, 2011 by Pradip Brahmbhatt
. .પધારો પ્રેમે જલારામ
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કંકુ ચોખા કર્યા મેં બારણે,જન્મદીને દેવાને સત્કાર
પધારો પ્રેમે જલાબાપા,પ્રદીપે ખોલ્યા ભક્તિ દ્વાર
. ………….કંકુ ચોખા કર્યા મેં બારણે.
આવજો માતા વિરબાઇ સંગ,રાખી ઝોળી ડંડો હાથ
પ્રેમજ્યોત પ્રગટાવી ઘરમાં,રાખી ધુપદીપને સાથ
દેજો રાહ ભક્તિની રમાને,ને રવિનુ કરજો કલ્યાણ
વ્હેલા આવજો જન્મદીને,સફળ થાય આ અવતાર
. ……………કંકુ ચોખા કર્યા મેં બારણે.
મુક્તિ કેરા ખોલી દ્વાર અમારા,કરજો સદા કલ્યાણ
દેજો ભક્તિ કેરા દ્વાર દીપલને,નિશીત સંગે સદાય
પ્રભુ આવે બારણે અમારે,એવી કૃપા કરજો અપાર
મોહમાયાને તો મુકીદુર,દેજો અમોને ભક્તિ ભરપુર
. ……………કંકુ ચોખા કર્યા મેં બારણે.
*********************************************************
……..પુજ્ય સંત શ્રી જલારામ બાપાની આજે જન્મ જયંતી છે.માતા વિરબાઇને
લઇ અમારા ઘરમાં આવીને ઘરને પવિત્ર કરી અમારા જીવનુ કલ્યાણ કરી મુક્તિ
આપે એજ અમારી આ પવિત્ર દીવસે પુ.જલારામ બાપાને પ્રાર્થના.
જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ.
==============================================
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a comment »
Posted on નવેમ્બર 2, 2011 by Pradip Brahmbhatt
.
.
.
.
.
.
.
.
.
. જલારામ જોગી
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોગી જલારામની આવી છે આજે જન્મ જયંતી
. ભક્તિની જ્યોતને પ્રગટાવી અન્નદાનથી પહેલી
માતા રાજબાઇને પિતા પ્રધાન રહેતા વિરપુરમાં
. ઉજ્વળ જીવનની કેડી,મેળવી મહેનતથી લીધી
. ………….જોગી જલારામની આવી.
આવી એ સાતમ આજે,જન્મ્યા એતો ભક્તિ કાજે
. આવ્યા વિરબાઇ માતા,જીવન સાથી બનવા સાચા
સંસ્કારસિંચન પવિત્રરાહને,સાથે જીવનમાં રાખી
. આવ્યા વિરપુર પતિસંગે,પવિત્ર જીવન કરવા અંતે
મુકી માયામોહને નેવે,ઉજ્વળ ભક્તિ સાથે લીધી
. મનથીમાગણીપ્રભુરામથી,મુક્તિસંગે બનજો સાથી
. ………….જોગી જલારામની આવી.
ભક્તિભાવને પકડી રાખી,મુક્તિમાર્ગને ખોલી દીધા
. નશ્વરદેહથી મુક્તિ પામી,પ્રભુનુ શરણુ પામી લીધુ
સાચીશ્રધ્ધા અન્નદાનથી,મહેનતકરતા મેળવીલીધી
. દેહ લઈને ઠક્કર કુળને, જગમાં ઉજ્વળ કરી લીધુ
તનથી મહેનત મનથી ભક્તિ,જોઇ વ્યાધીઓ ડરતી
. જન્મદીનની શુભકામના એજ દેજો પ્રદીપને ભક્તિ
. ………..જોગી જલારામની આવી.
+++++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a comment »