પકડી લીધી


.                      .  પકડી લીધી

તાઃ૪/૧૧/૨૦૧૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી પકડી હાથમાં દેહે,ત્યાંજ કુદરતની કળા દેખાય
ઉંમર આવતાં આવે હાથમાં.કદીક માર દેવાય લેવાય
.                                  …………..લાકડી પકડી હાથમાં દેહે.
કળીયુગની કામણલીલામાં,સમજ ધીરે આવતી જાય
ભણતરની જ્યાં પકડી કેડી,આજીવન સરળ થતુ જાય
મળે માબાપનોપ્રેમ અંતરથી,વ્યાધીઓ ભાગતી જાય
આવીઆંગણે કૃપામળે જીવને,ત્યાં શાંન્તિ મળતીજાય
.                                 …………….લાકડી પકડી હાથમાં દેહે.
પકડ જીવનમાં ઘણી મળે,જે સમયે સમજીને પકડાય
ભક્તિપ્રેમની પકડ જીવનમાં,જે સુખશાંન્તિ દઈ જાય
હીંમત રાખી કામ પકડતાં,સદા વિશ્વાસે જીતી જવાય
પકડે કાયા જ્યાંમોહમાયાને,ત્યાં જીવન વેડફાઇ જાય
.                                   ……………લાકડી પકડી હાથમાં દેહે.

++++++++++++++++++++++++++++++++++

Advertisements