ઝંઝટ ગઈ


.                              ઝંઝટ ગઈ

તાઃ૧૧/૧૧/૨૦૧૧    (આણંદ)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગની ઝંઝટ નેવે મુકતા,મને પ્રેમ મળી ગયો ભઈ
આવીશાંન્તિ દોડીઘરમાં,જગતની ઝંઝટ ભાગી ગઈ
.                               ……………..જગની ઝંઝટ નેવે મુકતા.
નિર્મળ માયા પ્રેમ હ્રદયનો,જગે માનવતા મળી ગઈ
પ્રેમ ભાવના સામે આવતાં,ઉજ્વળ જીવન થયું ભઈ
આધીવ્યાધી દુર ભાગી ત્યાં,જીવને આનંદ થયો અહીં
આવતીકાલને ઉજ્વળજોતાં,દેહે જલાસાંઇનીકૃપા થઈ
.                                     ………..જગની ઝંઝટને નેવે મુકતા.
મળતી માનવતા જગતમાં,પ્રેમની સાંકળ પકડાઇ ગઈ
ભક્તિ ભાવની કેડી મળતાં,જગે મોહ માયા ભાગી ભઈ
આજકાલની ઝંઝટછુટતાં,જીવની જીંદગી સચવાઈગઈ
મોહ માયાની ચાદર ઉડતાં,પ્રેમનો સાગર મળ્યો અહીં
.                                      ………..જગની ઝંઝટને નેવે મુકતાં.

============================================