સમજણ કેટલી


                         સમજણ કેટલી
 
તાઃ૪//૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ચાલતી કેડીએ,સાથ સુખદુઃખનો મેળવાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં ડગલુ સમજીને ભરાય
.                                     …………..જીવનની ચાલતી કેડીએ.
કર્મબંધન તો જીવને સ્પર્શે,ના જગે કોઇથીય છટકાય
વાણીવર્તન છે સમજણનીસીડી,જેદેહ સંગે ચાલીજાય
મળી જાય માબાપનો પ્રેમ,જે પ્રભુ કૃપાએ મળી જાય
સમજણસાચી મનનેમળતાં,જીવનાબંધન છુટતા જાય
.                                             ………જીવનની ચાલતી કેડીએ.
દેખાવની આ દુનીયા છુટે,ને પ્રેમ જગતમાં મળી જાય
સાથઅને સંગાથમળતાં,જીવનમાં કામ સરળપણ થાય
પ્રેમની વર્ષા સદા વરસે,જ્યાં માન સન્માનને સમજાય
શાન્તિનો સહવાસ મળેજીવનમાં,ને સુખસાગર ઉભરાય
.                                             ………જીવનની ચાલતી કેડીએ.

=============== ==============================

પ્રેમથી પ્રીત


                        પ્રેમથી પ્રીત
 
તાઃ૪//૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ માબાપનો અંતરથી,જીવન ઉજ્વળ થાય
દેખાવની દુનીયા દુર ભાગતાં,જીવને આનંદ થાય
.                        …………….મળે પ્રેમ માબાપનો અંતરથી.
મળે પ્રેમ જગતમાં દેહને,જ્યાં વર્તન નિર્મળ થાય
પામર પ્રેમને દુર કરતાં,સ્નેહની સાંકળ મળી જાય
લાગણી મોહને તરછોડતાં,પ્રીત પણ પાવન થાય
આંગણુ ખોલતાં જીવનનું,સફળ જીંદગી થઈ જાય
.                         …………….મળે પ્રેમ માબાપનો અંતરથી.
લાગણી એ માનવતા છે,જે થોડી પળ આપી જાય
જીંદગીની કેડીછે લાંબી,સાચી ભક્તિએજ સમજાય
મળીજાય કૃપા જલાસાંઇની,જીવને રાહ મળી જાય
અંત દેહનો ઉજ્વળ બનતાં,એ યાદગાર મુકી જાય
.                          …………….મળે પ્રેમ માબાપનો અંતરથી.

++++++++++++++++++++++++++++++++++++