સાચો ભક્તિપથ


                      સાચો ભક્તિપથ

તાઃ૫/૨/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રાખી શ્રધ્ધા ભાવના,મનથીપ્રીત પ્રભુથી રખાય
ઉજ્વળ જીવન જીવવાને કાજે,સાચો ભક્તિપથ પકડાય
………………………………………..સાચો ભક્તિપથ પકડાય.
સ્રરળતાનો સહવાસમળે,ને જીવનમાં શાંન્તિ મળી જાય
પ્રેમથી પુંજન અર્ચન કરતાં,જીવ પર કૃપા પ્રભુની થાય
…………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
મન નિર્મળ ને તન નિખાલસ,ત્યાં માનવી મન હરખાય
મોહ તરછોડી ને માયા મુકતા,અજબ શાંન્તિ મળી જાય
…………………………………… મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
પકડી રાહ ભક્તિની જીવનમાં,સૌ કામ સરળ થઈ જાય
પ્રભુ કૃપાની કેડી નિરાળી,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
…………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
આજકાલની રાહ ન જોતાં,પ્રભુની માળા મનથી જ થાય
જલાસાંઇની દ્રષ્ટિ પડતાં,જીવનીરાહે પુષ્પ પથરાઇ જાય
…………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.
પ્રદીપને હૈયે આનંદ અનેરો,જે સંતની કૃપાએ મળી જાય
મુંઝવણના સૌ માર્ગ ખુલતાં,આ જીવન નિર્મળ થઈ જાય
…………………………………….મનમાં રાખી શ્રધ્ધા ભાવના.

===============================================