સખીનો સાથ


                          સખીનોસાથ

 તાઃ૭//૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સખી તારા સહવાસથી,મને મળેલી માયા છુટી ગઈ
સાચી સમજણ મળી જતાં,મારી જીંદગી સુધરી ગઈ
.                                   ……….સખી તારા સહવાસથી.
નિર્મળ તારો પ્રેમ મળ્યો,ત્યાં માનવતા મળતી થઈ
કદીકકદીકના માયાના વાદળથી,મુક્તિ મળતી ગઈ
સંગ ને તારો સાર્થક લાગ્યો,જ્યાં સમજણઆવી ગઈ
જન્મોજન્મના કર્મ બંધન,જીવથી કડીઓ છુટતી ગઈ
.                                    ………સખી તારા સહવાસથી.
અભિમાનનિ આંગળી છુટી,ને માયા પણ છટકી ગઈ
તારા પ્રેમની કેડી નિરાળી,મારી જીંદગી પાવન થઇ
મર્કટમનને ચાપટપડતાં,જીવનનીરાહ બદલાઇ ગઈ
અતુટબંધન જગનાછુટતાં,તારોઆભાર માનતી થઇ
.                                   ……….સખી તારા સહવાસથી.

****************************************

આવેલ પ્રેમ


                        આવેલ પ્રેમ
 
તાઃ૭//૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવી પ્રેમ મળતાં,મારા મનને શાંન્તિ થઇ
કુદરતની કૃપાનુ વાદળ વરસતા,ભક્તિ સાચી થઇ
.                              ……………આંગણે આવી પ્રેમ મળતાં.
આજકાલનો વિચાર કરતાં,જીવના વર્ષો વિત્યા ભઈ
મનની વિચાર હેલીરહેતાં,પામર માયા વળગી ગઈ
મળશે મળશેની એક લાલચે,આ ઉંમર વધતી ગઈ
ભોલેનાથની ભક્તિ કરતાં,આવેલ પ્રેમ  મળ્યો ભઈ
.                              …………..આંગણે આવી પ્રેમ મળતાં.
શીતળસ્નેહની સાંકળમળતાં,આ જીંદગી સુધરી ગઈ
અપેક્ષાનીકેડી છોડતાં મને,જલાની જ્યોત મળી ગઈ
પ્રેમ મળે અંતરનો  લાયકાતે,ત્યાં  ઝંઝટ ભાગી ગઈ
શ્રધ્ધાનો જ્યાં સાથ મળે,ત્યાં જ પાવન જીંદગી થઈ
.                             ……………આંગણે આવી પ્રેમ મળતાં.
મળે દેહને જ્યાં સાચીરાહ,ત્યાં જીવને કેડી મળીગઈ
પકડીચાલતાં પળેપળને,ત્યા જલાસાંઇની કૃપા થઈ
સંસારના બંધનને પકડતાં,કર્મના બંધન છુટ્યા ભઈ
ઉજ્વળ જીવનનીકેડી એવી,જે સાચાપ્રેમને લાવેઅહીં
.                              ……………આંગણે આવી પ્રેમ મળતાં.

((((((((((((((((((((((((((((((()))))))))))))))))))))))))))))))))