સવાર પડી


                           સવાર પડી
 
તાઃ૯//૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર પડી ભઈ સવાર પડી,ઉઠતાં જીવનમાં પ્રભાત મળી
સુખની સાચીરાહ મળતાં,આવતી ઝંઝટને ભઈ ઝાપટ પડી
.                                        ………સવાર પડી ભઈ સવાર પડી.
મનથી પ્રભુનું સ્મરણકરતાં ભઈ,પથારીને મેં અલવિદા કરી
ધરતી માતાને સ્પર્શ કરીને,માની કૃપા અમોએ માણી લીધી
સતકર્મોની કેડીનોસંગ રહેતાં પ્રભાતે,મંદીરની ઘંટડી ખખડી
ઘરમંદીરના દ્વારખોલતાં પ્રેમથી,હાથજોડીને વંદન અમે કર્યા
.                                       ……….સવાર પડી ભઈ સવાર પડી.
ઉજ્વળ પ્રભાત કિરણની છાયાએ,ઘરનાદ્વારે આગમન લીધા
સોનેરી સહવાસ મળતા સુર્યદેવનો,નમન કરતાં મહેર મળી
જગતપિતાની અજબલીલા,સવારના સંગાથથી અમને મળી
મળીગયો મને પ્રેમ પરમપિતાનો,નાતકલીફ કોઇ અમે દીઠી
.                                        ……..  સવાર પડી ભઈ સવાર પડી.

##############################################