સાગરદીલ


                         સાગરદીલ

તાઃ૧૫/૨/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગર જેવુ દીલ રાખતાં,પ્રેમની નદીઓ મળી જાય
ના અપેક્ષા ના માગણી રહે,સુખ શાંન્તિ આવી જાય
. ……………………………………સાગર જેવુ દીલ રાખતાં.
શીતળ સવાર મળે જીવને,ત્યાં પ્રેમ ભાવ મળી જાય
મોહમાયાના વાદળ છુટતાં,પામરજીવન સાર્થક થાય
સાચીરાહ મળેજીવને,જ્યાંપ્રેમ જલાસાંઇનો મળીજાય
અનંતકોટી પરમાત્માનીકૃપા,માનવદેહ પર થઈજાય
. ……………………………………સાગર જેવુ દીલ રાખતાં.
સંતાનનો સ્નેહ મળે માબાપને,ને પતિનો મળે પત્નીને
ભક્તિનોસંગ રાખીચાલતાં,દેહની અજ્ઞાનતા ભાગીજાય
માગણી નારહે કોઇ અવનીએ,જ્યાં ઇશ્વરની કૃપા થાય
સાચીરાહની સાંકળ મળતાં,ના મોહમાયાનો સંગ થાય
. …………………………………….સાગર જેવુ દીલ રાખતાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%