આફતોની વર્ષા


                          આફતોની વર્ષા

તાઃ૧૬/૨/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જરૂરથી વધારે મળતાં જીવનમાં,ઝંઝટ વધતી ગઈ
સાચવણીની સમજ ના પડતાં,મોંકાણો મળતી ગઈ
……………………………..જરૂરથી વધારે મળતાં જીવનમાં.
મોહમાયાના વાદળ વળગતાં,ના સમજણ સાચીથઈ
જે આવે તે માગણી કરતાં જ,બુધ્ધિ નેવે મુકાઇ ગઈ
આ જોઇએ કે તે જોઇએ પ્રેરાતા,મનમાં મુંજવણ થઇ
અંતેકાંઇ સમજ ના આવતાં,આફતોની વર્ષા થઈગઈ
………………………………જરૂરથી વધારે મળતાં જીવનમાં.
લાલચલોભ મનમાંજાગે,મનની સમજણ ત્યાંથી ભાગે
એક કદમને ના સાચવતાંજ,બીજે પડતાં થાપડ વાગે
સમય સાચવી આંગળીને પકડતાં,શાંન્તિને સચવાતી
કૃપાનીચાદર ઓઢતાંજીવને,સંસ્કારે શીતળતા મળતી
……………………………….જરૂરથી વધારે મળતાં જીવનમાં.

====================================