શાંન્તિ દોડી


                         શાંન્તિ દોડી

તાઃ૨૨/૨/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળતાં જીવને,મળી ગયા મુક્તિના દ્વાર
શાંન્તિનો સહવાસ મેળવતાં,ખુલી ગયા ભક્તિના દ્વાર
………………………………..માનવજીવન મળતાં જીવને.
આધી વ્યાધી લઈ આવે ઉપાધી,ના મનથી એ સમજાય
નિર્મળ જીવન જીવવા કાજે,જીવેસાચી ભક્તિએમેળવાય
શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇ ભજાય
આવી આંગણે મુક્તિ જીવની,જ્યાં જીવ ભક્તિ એ સંધાય
…………………………………માનવજીવન મળતાં જીવને.
શ્રધ્ધા રાખી મનથી જીવનમાં,પ્રભુકૃપાએ રાહ મળી જાય
માનવતાની કેડી જોતા જગતના,માનવીઓ સૌ હરખાય
પકડી પ્રેમની રાહ જીવનમાં,સૌનો પ્રેમ આવી મળી જાય
શીતળ જીવન ને શાંન્તિ મળતાં,આ જન્મસફળ થઈજાય
…………………………………માનવજીવન મળતાં જીવને.

========================================