મુ.શ્રી ધીરૂકાકાને અર્પણ.

.

.

.

.

.

.

.

.

.

.                      સપ્રેમ મુ.શ્રી ધીરૂકાકાને અર્પણ                     

 તાઃ૨૫//૨૦૧૨                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે સાહિત્ય સરીતાને સન્માન,જે સૌનું ગૌરવ છે કહેવાય
કલમની કેડી લાવ્યા હ્યુસ્ટનમાં,જેમાં ધીરૂકાકાય ઓળખાય
…                                      …………..મળે સાહિત્ય સરીતાને સન્માન.
લાગણી પ્રેમને કલમમાં પકડી,સૌના દીલને એ જીતી જાય
શબ્દનો સથવારો મેળવીચાલે,એજ બને આપણું અભિમાન
ધીરૂભાઇ શાહની ઓળખ અનોખી,જે તેમની કલમથી સમજાય
વડીલ હોઇ વંદન કરતાં પ્રદીપથી,તેમને ધીરૂકાકા કહેવાય
.                                        ……………મળે સાહિત્ય સરીતાને સન્માન.
આંગણીનો અણસાર ચીંધતાં,સૌને એ માર્ગ બતાવતા જાય
શબ્દ શબ્દની સમજ પડતાં,સૌ વાંચક ગુજરાતીઓ હરખાય
એક શબ્દના અર્થ અનેક,જે તેમની રચનાઓથી  સમજાય
ગૌરવ સાહિત્ય સરિતાનું એ છે,જે થકી ભાષા ઉજ્વળ થાય
.                                       …………….મળે સાહિત્ય સરીતાને સન્માન.
માન શબ્દને મુકતા નેવે,જગતમાં સન્માન તેમનું જ થાય
લાગણી પ્રેમની કદરકરતાં,આપણું ગુજરાતી કાંઇક લખાય
મળે કૃપા મા સરસ્વતીની,જે તેમની રચનાઓથી જ દેખાય
સદા મળે પ્રેમે આશીર્વાદ અમને,પાવન કલમ અમારી થાય
.                                         …………….મળે સાહિત્ય સરીતાને સન્માન.

          ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનનું  ગૌરવ સમાન મુ.શ્રી ધીરૂકાકાને ગુજરાતી સાહિત્ય

 સરીતાના સભ્યો તથા શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી યાદગીરી રૂપે ભેંટ.   

                                             તાઃ૨૫ ફેબ્રુઆરી,શનીવાર, હ્યુસ્ટન. (ગુ.સા.સ.બેઠક #૧૧૯.)

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: