આંગણું શોભે


.

 .

.

.

.

.

.

.

.

.

.

.                          આંગણું શોભે

તાઃ૨૬/૨/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાથીયા શોભે આંગણે મારે,ને કંકુના કર્યા છે મેં તિલક
માબહુચરને આવકારવા કાજે,ચોખા હાથમાં છે મબલક
……………….સાથીયા શોભે આંગણે મારે.
આગમનમાતાનું મનથીકરતાં,હૈયું મારુ હરખાય છે આજે
ઝાંઝર માતાના સાંભવાને કાજે,સૌ વંદે છે માતાને આજે
કૃપાની કેડી દેજો મા બહુચરાજી,જન્મ સફળ કરવાને કાજે
આંગણું આજે શોભે છે અમારું,માપ્રેમે પગલાં પાડજો આજે
……………..સાથીયા શોભે આંગણે મારે.
નેત્ર સજળ મારા થયા છે આજે,જ્યાં વરસ્યો છે મા તારો પ્રેમ
આનંદના ગરબાને સાંભળવાકાજે,આવ્યા છે કુકડા દોડી સપ્રેમ
કંકુ ચોખા લઈ હાથમાં માડી,પ્રદીપ બારણુ ખોલે રમાની સાથે
સ્વીકારજો પ્રેમે પુંજા બહુચરામા,જન્મ સફળ મા કરવાનેઆજે
………………. સાથીયા શોભે આંગણે મારે.

============================================