આ સંસ્કાર


                                  સંસ્કાર

તાઃ૨૭/૨/૨૦૧૨                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ,જ્યાં સ્નેહ સંસ્કારને સચવાય
આફતોને આંબી જતાં જીવનમાં,કૃપા જલાસાંઇની થઇ જાય
………………………………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
પગલે પગલાં સમજી ચાલતાં,જીવનમા ના ક્યાંય અટકાય
સરળ જીવનની સફળ કેડીએ,માબાપને આનંદ અનંતથાય
સાચી રીત સંસ્કારની જીવનમાં,દેહના વર્તનથી જ સમજાય
પગે લાગતાં માબાપને આજે,સંતાને આશીર્વાદ વરસીજાય
………………………………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
જય જલારામ જય સાંઇરામનું,સ્મરણ નિત્ય જીવનમાં થાય
કૃપાના વાદળ જીવનમાં રહેતા,ના મોહ માયા કોઇ ભટકાય
હાય બાયને દુર ફેંકતાં જીવનમાં,સૌનો સરળપ્રેમ મળી જાય
સુખ શાંન્તિને સરળપ્રેમ સૌનો,જીવે સાચી ભક્તિએ મેળવાય
………………………………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.

+++++++++++++++++++++++++++++++++++++++

ભોલે સાંઇ


                             ભોલે સાંઇ

તાઃ૨૭/૨/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથના ભક્તિ માર્ગથી,જીવને અનંત શાંન્તિ થાય
સાંઇબાબાને ભાવથી ભજતાં,દેહથી કર્મસફળ થઈ જાય
………………………………………….ભોલેનાથના ભક્તિ માર્ગથી.
શ્રધ્ધા રાખી પ્રેમથી ભજતાં,પરમકૃપાળુ ભોલેસાંઇ હરખાય
જીવનેમાર્ગ મળે સદગતિનો,અંતે જીવનુ કલ્યાણ થઇ જાય
મોહમાયાના વાદળ છુટતાં જગે,જીવને સદમાર્ગ મળી જાય
કૃપા મળે ભોલેનાથની ,ત્યાં મા પાર્વતીનો પ્રેમ વરસી જાય
…………………………………………..ભોલેનાથના ભક્તિ માર્ગથી.
ચરણ સ્પર્શ કરતાં બાબાના દેહથી,કપાળે ભસ્મ લાગી જાય
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,કૃપાએ જન્મસફળ પણ થાય
ૐ સાંઇનાથનુ ઉચ્ચારણ કરતાં,બાબા આંગણે આવી  જાય
ભોળાનાથની ભક્તિન્યારી,અંતે જીવને સ્વર્ગવાસ મળીજાય
…………………………………………..ભોલેનાથના ભક્તિ માર્ગથી.
===================================