કોણ આપે


.                               કોણ આપે

તાઃ૨૯/૨/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાકડી પકડી હાથમાં જ્યારે,ત્યાં પગલા ચાર ભરાય
ટેકો મળે મનને જીવનમાં,ત્યાં સાચી રાહ મળી જાય
.                                ……………..લાકડી પકડી હાથમાં જ્યારે.
બાળપણની કામણ લીલા,મુખથી ઉંઆ ઉંઆ સંભળાય
ઝુલા ઝુલતા પારણેઝુલી,માતાનોપ્રેમસાચો મળીજાય
પિતાપ્રેમની કેડી ન્યારી,જીવનમાં રાહ સાચો દઈ જાય
ગુરૂજીને કરતાં વંદન પગે,દેહથી કર્મ પાવન થઇ જાય
.                            ………………….લાકડી પકડી હાથમાં જ્યારે.
ના માગે મળતો મોહ કે માયા,જ્યાં હવા કળીયુગી વાય
લીધીકેડી જીવનમાંસરળ,જે સાચીમાનવતાએમળીજાય
પ્રેરણા મળે ભક્તિપ્રેમથી,જ્યાં ભક્ત જલાસાંઇને ભજાય
સુખ શાંન્તિને સહવાસ નિર્મળ,જ્યાં ભક્તિ શ્રધ્ધાથી થાય
.                               ……………….લાકડી પકડી હાથમાં જ્યારે.

=====================================

Advertisements

ક્યાં જાય?


અમેરીકા આવ્યા બાદ

.                     .ક્યાં જાય?

તાઃ૨૯/૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧) માબાપનો પ્રેમ ક્યાં જાય?          ડૅડ થઈ જાય.
(૨) માતાની મમતા ક્યાં જાય?         મમી થઈ જાય.
(૩) આદરમાન ક્યાં જાય?                 હાય થઈ જાય.
(૪) બાળપણ ક્યાં જાય?                    ટેક કૅરમાં ખોવાય.
(૫) સાચી પ્રીત ક્યાં જાય?                 કૅમ્પુટરમાં લબદાય.
(૬) અમૃતવાણી ક્યાં મળે?                સીડીમાં સંભળાય.
(૭) કળીયુગી પ્રીત ક્યાં થાય?           લીપસ્ટીક લાલીથી છલકાય.
(૮) સંબંધો ક્યાં સચવાય?                  હોટલ મોટલથી મેળવાય.
(૯) અંતરની વિટમણા ક્યાં દેખાય?   ભીની આંખોથી મળી જાય.
(૧૦) તિરસ્કારની કેડી ક્યાં મળે?       અમેરીકા આવતાં સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++++=