तेरे बीना


                         तेरे बीना

ताः२३/३/२०१२                 प्रदीप ब्रह्मभट्ट

तेरे बीना क्या जीना साजन,तेरे बीना क्या करना
साथ जीना साथ रहेना,ये ही रहा मेरा एक सपना
…………………………………साजन तेरे बीना क्या जीना
महेंक प्रेमकी लेकरही तु आइ,जीवन साथ निभाने
तेरा मेरा सबकुछ है अपना,क्या और कोइसे लेना
………………………………….साजन तेरे बीना क्या जीना.
प्रेमभावकी ज्योत जलाई,जबसे आइ साथ तु साजन
महेंक गया ये मेरा जीवन,सदा याद जीवनमें रखना
……………………………………साजन तेरे बीना क्या जीना.
मीला मुझे सहवास जीवनमें,केडी जीवनमें है पाई
संतान संग रखके रहेना,उज्वल संसारभी तु लाई
…………………………………..साजन तेरे बीना क्या जीना.

*********************************************

ગજાનંદની કૃપા


.

.

.

.

.

.

.

.

.

.

.

.                         ગજાનંદની કૃપા

તાઃ૨૨/૩/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુભ આશિષ જ્યાં મળે ગજાનંદની
.                                        ત્યાં જ આનંદની વર્ષા થાય
આભ તુટે કે વાદળ પણ ગાજે
.                                     તોય ના આફત કોઇ અથડાય
………………..…..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય

શુભ લાભનો સાથ મળે જીવનમાં
.                                      ને ના કોઇ જીવનમાં ભટકાય
અનંત પ્રેમ મળે જીવનમાં સૌનો
.                                આ જીવનો જન્મસફળ થઈ જાય
. …..…………..…..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
રિધ્ધી સિધ્ધીના એ સંગાથી જીવે
.                                    અનંત કૃપાનો એતો છે ભંડાર
ભોલેનાથના છે સંતાન જગતમાં
.                                 ને મા પાર્વતીજીના વ્હાલા બાળ
. …..…………..…..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.

=========================================

આગળ કે પાછળ


.                         આગળ કે પાછળ

તાઃ૨૨/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ આવતી કાલ છે,અને પાછળ ગઈ ગઈકાલ
સમજી વિચારી ચાલતાં આજે,ભુતકાળ ભુલાઇ જાય
.                                ………………..આગળ આવતી કાલ છે.
ઉંમરના પકડાય કોઇથી, કે ના કદી કોઇથીય છટકાય
કુદરતની આ સરળ છે લીલા,ના કોઇનાથીય પકડાય
માનવ મનને મહેંક મળે,જ્યાં વાણી વર્તનને સચવાય
ઉજ્વળ આવતી કાલ મળે,ને ના અપેક્ષા ક્યાંય રખાય
.                                  ………………..આગળ આવતી કાલ છે.
ભુતકાળના બ્રહ્મમાં રહેતાં,સુખ સાગર છટકી જ જાય
દુઃખના વાદળ વરસતા દેહે,જીવનમાં ત્રાસ મળી જાય
પ્રભાત પારખી પુંજન કરતાં,જેમ દીવસ ઉજ્વળ થાય
આવતીકાલનો વિચાર લેતાં,દેહે ભુતકાળ ભુલાઇ જાય
.                              ……………………આગળ આવતી કાલ છે.

======================================

સાજનની યાદ


.                          સાજનની યાદ

તાઃ૨૨/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારો પ્રેમ પકડતાં હૈયાનો,મારું જીવન મહેંક્યુ ભઈ
ના મોહ માયાની કાતર ફરી,ના તકલીફ મળી અહીં
.                               ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
સુખી સંસારની સાંકળ મળી,જ્યાં મને તારી સંગત થઈ
પ્રેમની વર્ષા જીવનમાં થતાં,મને સંતાન મળ્યા છે ભઈ
ભક્તિ પ્રેમની કેડી અમારી,જે જીવને શાંન્તિ આપી ગઈ
આનંદનોસાગર ઉભરાતાં,સાજન તારી યાદ આવી ગઈ
.                                ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
નિર્મળ તારો પ્રેમ હ્ર્દયનો,મારી જીંદગીય પાવનથઈ
નૈનો તારા પ્રેમે નિતરતા,જ્યાં અંતરમાં લાગણી થઈ
માયા તારી હૈયે મળતાં,જીવનમાં પ્રેમની જ્યોતી થઈ
શીતળસ્નેહ લેવા સાજન,એકાંતે તારી યાદ આવીગઈ
.                               ………………. તારો પ્રેમ પકડતાં હૈયાનો.

++++++++++++++++++++++++++++++++++++++

આગમનના એંધાણ


                         આગમનના એંધાણ

તાઃ૧૭/૩/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણીવર્તનને વહેવારથી જીવને,એંધાણ આગમનના મળી જાય
કર્મનીકેડી બને સરળનેનિર્મળ,એ પરખ સાચીભક્તિએ થઈજાય
.                                        ………….વાણીવર્તનને વહેવારથી જીવને.
નિત્ય સવારે પુંજનકરતાં,કૃપા સુર્યદેવની જીવપર પ્રેમથી થાય
મનને શાંન્તિ અને તનને રાહત,જીવની શ્રધ્ધા એ જ મળી જાય
સાચીભક્તિ કેડી મળે જીવને,ને જીવનો ઉધ્ધાર અવનીથી થાય
અડગ શ્રધ્ધા મનથી રાખતાં,જીવને મુક્તિના એંધાણ મળી જાય
.                                  ………………. વાણીવર્તનને વહેવારથી જીવને.
સમય સમજીને ચાલતાં જીવનમાં,આધી વ્યાધી અટકી જ જાય
તકલીફનાએંધાણ મળતાં જીવને,ના આફત કોઇ આવીભટકાય
સંસારની સાંકળ પણ બને નિર્મળ,જ્યાં વડીલનો પ્રેમમળી જાય
આગમનના એંધાણ મળતાં જીવનમાં,પગલે પગલું છે પકડાય
.                                     ……………..વાણીવર્તનને વહેવારથી જીવને.

===========================================

જીગો,જીગ્નેશ


.

.

.

.

.

.

.

.

.

.

                            જીગો,જીગ્નેશ

  તાઃ૧૨/૩/૨૦૧૨                     શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ

 જીગો જીગો બોલતા મીનાબેન,જીગાને પાપા પગલી કરાવી જાય
.               હવે કહે જીગ્નેશ બેટા,જ્યાં ઘરમાં જીવન સંગીની આવી જાય
.                                       …………………જીગો જીગો બોલતા મીનાબેન.
હૈયુ ખુબ જ હરખાય છે તેમનું,જ્યાં દીકરાને કેડી મળી જાય
.              મોહ માયા તો આઘી ભાગે,જ્યાં સંસ્કાર પણ સચવાઇ જાય
ઉંમર આવી જુવાની સાથે,ત્યાં માતાપિતાને મુંઝવણ થાય
.              આવી અર્પિતા વહુ થઈ ઘરમાં,ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય
.                                       ………………….જીગો જીગો બોલતા મીનાબેન.
શ્રધ્ધા રાખી જીવનજીવતાં,આજે નેહાબેનને પણ ખુશી થાય
.              આર્યાના આગમને ઘરમાં,જલાસાંઇની શ્રધ્ધા કૃપા થઈ જાય
વિનુભાઇનો પ્રેમ નિખાલસ જીવનમાં,તેમના વર્તનથીદેખાય
.              ભક્તિની એક દોરીનિરાળી,તેમના કુટુંબી વર્તનથી મળી જાય
.                                        …………………જીગો જીગો બોલતા મીનાબેન.

|||||||॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥।|||||||

      માતા શ્રીમતી મીનાબેન અને પિતા શ્રી વિનુભાઇના આશિર્વાદ મેળવી ચી.જીગ્નેશે
ચી.અર્પિતા સાથે  લગ્નની કેડીથી સંસારની સાંકળ પકડી તે ખુશીના પ્રસંગને લખાણમાં
લઇ ભગવાન તેમની સર્વ મનોકામના પુર્ણ કરી જીવને સદમાર્ગે દોરી સુખ સંમૃધ્ધિ આપી
જીવનુ કલ્યાણ કરે તે ભાવનાથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ,રમા,ચી.રવિ અને ચી.દીપલ તરફથી જીગ્નેશને લગ્નની યાદગીરી રૂપે ભેંટ.                               તાઃ૧૨/૩/૨૦૧૨.                                                                                                                                                  

કેવી ભક્તિ


.

  

.

.

.

.

.

.

.

.

                            કેવી ભક્તિ

તાઃ૧૨/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનું ના ગામ કોઇ અવનીએ,કે નાક્યાંય છે તેનું ધામ
અંતરથી જ્યાં સ્મરણ કરો,ત્યાં મળી જાય જીવને સુખધામ
.                      ………………..ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.
નાતજાતના આવે કોઇ દોડી,કે ના કળીયુગના કોઇ જ કામ
પ્રેમભાવથી ભક્તિ કરતાંજ,મળી જાય ઘરમાં સ્વર્ગીય સાંજ
તનમનથી કરતાં જલાસાંઇની પુંજા,કૃપાની કેડી મળી જાય
પાવન કર્મ કરવા જીવનમાં,આ જીવ સાચી કેડીથી સંધાય
.                       ……………….ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.
જીવન ઉજ્વળ જીવવા કાજે,જગતમાં ભક્તિ માર્ગ મેળવાય
શ્રધ્ધા શાંન્તિને વિશ્વાસ મળે,ને જીવને રાહ સાચી મળી જાય
બારણે આવે શ્રધ્ધાળુ આજે,જ્યાંનિર્મળભક્તિ જીવને દેખાય
રામકૃષ્ણનું રટણ કરતાં મનથી,જીવને મુક્તિ માર્ગ મળીજાય
.                    …………………..ભક્તિનું ના ગામ કોઇ અવનીએ.

**********************************************************