સંકટહારી


                       સંકટહારી

તાઃ૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને વળગે ઝંઝટ ત્યારે,જ્યારે અવનીએ આવી જાય
કર્મવર્તન સંગેછે ચાલે,જ્યાં દેહનાસંબંધ શરૂ થઈ જાય
                              ………………જીવને વળગે ઝંઝટ ત્યારે.
આવે વ્યાધીઓ દોડી જીવનમાં,જ્યાં દુષ્કર્મો છે ઉભરાય
આફતોનો ના અણસર મળે,એ તો અચાનક આવી જાય
સુખશાંન્તિના દ્વારખુલે દેહના,જ્યાં જલાસાંઇનીપુંજાથાય
આવતી તકલીફ દુર જ ભાગે,જ્યાં સંકટમોચનને ભજાય
                             ……………….જીવને વળગે ઝંઝટ ત્યારે.
કર્મનાબંધન જગેજીવને,નાકોઇ જીવે અવનીએ છટકાય
નિર્મળતાનાવાદળ વર્ષેજીવનમાં,જ્યાં સાંઈભક્તિ થાય
મોહમાયાને કર્મના બંધન,જે જીવને કળીયુગે જ દેખાય
આવે ઉભરો મિનીટ માત્રનો,જે પળમાં જ ખોવાઈ જાય
                            ………………જીવને વળગે ઝંઝટ ત્યારે.

==================================