પ્રેરણા


.                             પ્રેરણા

તાઃ૪/૩/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેરણા ભક્તિની સાચી,ત્યાં ભક્તિપ્રેમ થઈ જાય
નિર્મળ જીવનમાં રાહ મળે,જ્યાં મનથીજ ભક્તિ થાય
.                    ………………..મળે પ્રેરણા ભક્તિની સાચી.
ઉજ્વળ જીવન ને સન્માન,જીવને જ્યાં ત્યાં મળી જાય
આવી આંગણે કૃપા કરી જાય,જેને જગતપિતા કહેવાય
સફળતાનીકેડી સદા વહે,જીવના માર્ગ સરળ થઈ જાય
ના આફત કે કોઇ કેડી મળે,ના કળીયુગમાં જીવ ફસાય
.                     ……………….મળે પ્રેરણા ભક્તિની સાચી.
મનની મુંઝવણ માળીયે મુકાય,ના વ્યાધી કોઇ દેખાય
આવી પ્રેમની વર્ષા મળતાં,આ જન્મ સફળ થઈ જાય
સંસારીને મળે પ્રેરણા જલાસાંઇથી,ભક્તિથી મળીજાય
નિર્મળ કેડી મળે કૃપાએ,ના અશાંન્તિ જીવનમાંદેખાય
.                     ……………….મળે પ્રેરણા ભક્તિની સાચી.

+++++++++++++++++++++++++++++++++++++++