હોળીનો તહેવાર


.

..

.

.

.

.

.

.

.

.(રોઝનબર્ગ, ટેક્ષાસમાં હોળીનો તહેવાર મસાલા રેડીયો દ્વારા)

                        હોળીનો તહેવાર

તાઃ૫//૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી રહ્યો તહેવાર અનોખો,ગુજરાતી  ગુલાલથી  રંગાય
.           હોળીકાનું દહન થતાં દેહથી,પ્રહલાદને પ્રેમથી ઉગારાય
.                                          ……………..આવી રહ્યો તહેવાર અનોખો.
દેહ મળતાં અવનીએ જીવને,અનેક કર્મો જીવનમાં થાય
.          સદકર્મ ને કુકર્મ કયુ છે જગતમાં,ના કોઇથીય એ પકડાય
કૃપા મળે હોળીકાની જીવને, કુકર્મ બળે ને સદકર્મો સચવાય
.         અવનીપરનુ આગમન ઓળખતાં,જીવ જન્મથી છુટી જાય
..                                       ……………….આવી રહ્યો તહેવાર અનોખો.
ગુલાલ મળતાં આ દેહને,ભક્ત જલાસાંઇની કૃપા થઈ જાય
.       નિર્મળ જીવન મળતાં જીવને,ના આધીવ્યાધી કોઇ  અથડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં જીવનમાં,પ્રહલાદની જેમ બચાય
.       પ્રભુ કૃપાનો હાથરહેતા જીવપર,સુંદર સ્નેહગુલાલ બની જાય
..                                       ………………..આવી રહ્યો તહેવાર અનોખો.

***********************************************************