રંગીલો ગુજરાત


                        રંગીલો ગુજરાત

તાઃ૬/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રંગીલો ગુજરાત અમારું ભઈ રંગીલો ગુજરાત.
.        શાન જગતમાં એવી છે,જ્યાં મળે સાહસને સન્માન
મળતી માનવતા જગતમાં એજ મારુ જ છે ગુજરાત
.        ગુજરાતનું એ જ ગૌરવ છે,જે રંગીલો કહેવાય
…………..બોલો ભઈ રંગીલો ગુજરાત અમારું રંગીલો ગુજરાત.

દેશને આઝાદીની દોર દીધી હિંમતથી હતાં એ ગાંધીજી
.        જગમાં જેણે અહિંસા દીધી એ પણ હતા ભઈ ગુજરાતી
લોખંડ જેવી કાયા હતી પણ નિર્મળ વલ્લભભાઈ સરદાર
.         બન્યા ટેકો એ આઝાદીનો,એય હતા ભઈ મારા ગુજરાતી
.                                         ………………રંગીલો ગુજરાત અમારું.

મોહમાયાને આદર છોડતાં,મળી જીવનમા ઉજ્વળ કેડી
.         મહેનત મનથી સંગે રાખતાં,જગે જીત્યા એ ગુજરાતી
લીધી કેડી જ્યાં ભક્તિપ્રેમની,ત્યાં સંતોષ મળી જાય
.        ઉજ્વળ જીવન ને માનવતા સંગે,પારકી ધરતીએ ઉભરાય
એવા ભઈ ગુજરાતી જગતમાં,રંગીલો થઈ છલકાય
.                                         ………………રંગીલો ગુજરાત અમારું.

+++++++++++++++++++++++++++++++++++++++