ગજાનંદની કૃપા


.

.

.

.

.

.

.

.

.

.

.

.                         ગજાનંદની કૃપા

તાઃ૨૨/૩/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુભ આશિષ જ્યાં મળે ગજાનંદની
.                                        ત્યાં જ આનંદની વર્ષા થાય
આભ તુટે કે વાદળ પણ ગાજે
.                                     તોય ના આફત કોઇ અથડાય
………………..…..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય

શુભ લાભનો સાથ મળે જીવનમાં
.                                      ને ના કોઇ જીવનમાં ભટકાય
અનંત પ્રેમ મળે જીવનમાં સૌનો
.                                આ જીવનો જન્મસફળ થઈ જાય
. …..…………..…..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
રિધ્ધી સિધ્ધીના એ સંગાથી જીવે
.                                    અનંત કૃપાનો એતો છે ભંડાર
ભોલેનાથના છે સંતાન જગતમાં
.                                 ને મા પાર્વતીજીના વ્હાલા બાળ
. …..…………..…..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.

=========================================

Advertisements

આગળ કે પાછળ


.                         આગળ કે પાછળ

તાઃ૨૨/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ આવતી કાલ છે,અને પાછળ ગઈ ગઈકાલ
સમજી વિચારી ચાલતાં આજે,ભુતકાળ ભુલાઇ જાય
.                                ………………..આગળ આવતી કાલ છે.
ઉંમરના પકડાય કોઇથી, કે ના કદી કોઇથીય છટકાય
કુદરતની આ સરળ છે લીલા,ના કોઇનાથીય પકડાય
માનવ મનને મહેંક મળે,જ્યાં વાણી વર્તનને સચવાય
ઉજ્વળ આવતી કાલ મળે,ને ના અપેક્ષા ક્યાંય રખાય
.                                  ………………..આગળ આવતી કાલ છે.
ભુતકાળના બ્રહ્મમાં રહેતાં,સુખ સાગર છટકી જ જાય
દુઃખના વાદળ વરસતા દેહે,જીવનમાં ત્રાસ મળી જાય
પ્રભાત પારખી પુંજન કરતાં,જેમ દીવસ ઉજ્વળ થાય
આવતીકાલનો વિચાર લેતાં,દેહે ભુતકાળ ભુલાઇ જાય
.                              ……………………આગળ આવતી કાલ છે.

======================================

સાજનની યાદ


.                          સાજનની યાદ

તાઃ૨૨/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારો પ્રેમ પકડતાં હૈયાનો,મારું જીવન મહેંક્યુ ભઈ
ના મોહ માયાની કાતર ફરી,ના તકલીફ મળી અહીં
.                               ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
સુખી સંસારની સાંકળ મળી,જ્યાં મને તારી સંગત થઈ
પ્રેમની વર્ષા જીવનમાં થતાં,મને સંતાન મળ્યા છે ભઈ
ભક્તિ પ્રેમની કેડી અમારી,જે જીવને શાંન્તિ આપી ગઈ
આનંદનોસાગર ઉભરાતાં,સાજન તારી યાદ આવી ગઈ
.                                ……………….તારો પ્રેમ પકડતાં હૈયાનો.
નિર્મળ તારો પ્રેમ હ્ર્દયનો,મારી જીંદગીય પાવનથઈ
નૈનો તારા પ્રેમે નિતરતા,જ્યાં અંતરમાં લાગણી થઈ
માયા તારી હૈયે મળતાં,જીવનમાં પ્રેમની જ્યોતી થઈ
શીતળસ્નેહ લેવા સાજન,એકાંતે તારી યાદ આવીગઈ
.                               ………………. તારો પ્રેમ પકડતાં હૈયાનો.

++++++++++++++++++++++++++++++++++++++