માળાની પ્રીત


.                          માળાની પ્રીત

તાઃ૧૦/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

બાળપણમાં મળી ગઈ એ કેડી,જે તન મનને સ્પર્શી જાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં સાચી માળાથીપ્રીત થાય
.                         …………………..બાળપણમાં મળી ગઈ એ કેડી.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,વાણી વર્તનને સચવાય
માતાપ્રેમથી મળે સંસ્કારદેહને,ને પિતાથી મહેનત લેવાય
જીવનેમળે મુક્તિનો સંગ,જ્યાં જલાસાંઇની માળાપ્રેમેથાય
પળપળને એ સાચવે જીવનમાં,ફેહને સદ માર્ગ મળી જાય
.                          ………………….બાળપણમાં મળી ગઈ એ કેડી.
ધ્યેય જીવનમાં ઉજ્વળ રાખતાં,નાકોઇ અડચણ આવી જાય
પિતાએ ચીંધેલ એક આંગળી,જીવનો જન્મ સફળ કરી જાય
ભક્તિપ્રેમ ને મનથી માળા કરતાં,જીવપર કૃપા પ્રભુનીથાય
સાચી પ્રીત જલાસાંઇથી કરતાં,જગની મોહમાયા છુટી જાય
.                               ………………બાળપણમાં મળી ગઈ એ કેડી.

+++========+++======+++======+++======+++

લગ્ન થયા


.                           લગ્ન થયા

તાઃ૯/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

છગન મગનના લગન થઇ ગયા,હવે વહુઓ આવી અહીં
શીતળ સ્નેહની સાંકળ મળતાં,ઉજ્વળ જીવન લાગ્યુ ભઈ
.                            ……………….છગન મગનના લગન થઇ ગયા.
ભણતર ચણતર બંને સમજી લેતા,મહેનત ફળી છે અહીં
લાગણી સ્નેહ અને માયાને મુકતાંજ,સાચી કેડી મળી ગઈ
હાય બાયની સાંકળ અહીં જાડી,સાચી ભક્તિએ ભાગી ગઈ
મળ્યા આશીર્વાદમાબાપના,ત્યાં બંને સુખી થઈ ગયા અહીં
.                          ………………….છગન મગનના લગન થઇ ગયા.
છગન જન્મ્યોતો છોંતેરમાં,ને મગન તોંતેરના મે માસમાં ભઇ
સાચવી લીધી જ્યાં ભક્તિ જીવનમાં,ત્યાં માતાની કૃપાય થઈ
આજકાલને સમજીને છોડતાં,બંનેને સાચીરાહ પણ મળી અહીં
જલાસાંઇની કૃપા દ્રષ્ટિ નિરાળી,સાચી ભક્તિપ્રીતથી મળી ભઈ
.                          ………………….છગન મગનના લગન થઇ ગયા.

॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥

મળે માનવતાની કેડી


                   મળે માનવતાની કેડી    

તાઃ૮/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન રાહ મળે,ને કળીયુગ પણ ભાગે દુર
શ્રધ્ધા રાખીને કર્મ કરતાં,માનવતા મળી જાય જરૂર
.                         ……………….ઉજ્વળ જીવન રાહ મળે.
રિધ્ધિ સિધ્ધિની કૃપા મળે, જ્યાં શ્રી ગણેશજીને પુંજાય
નિર્મળ રાહ મળે જીવનમાં,જીવને ના આફત અથડાય
મળે માર્ગ જીવનમાં સ્નેહના,ને જગે પ્રેમની વર્ષા થાય
માગણીનો નામોહ રહે દેહે,કેડી માનવતાની મળી જાય
.                            ……………..ઉજ્વળ જીવન રાહ મળે.
સંગ સાચો મળે દેહને,જે જીવને પાવનકર્મ કરાવી જાય
આશીર્વાદની એક લહેર મળતાં,સુખ શાન્તિ મળી જાય
મારૂતારૂની માયા મુકતાં,જીવનમાં નિર્મળરાહ મેળવાય
માનવી થઈને જીવન જીવતાં,પાવન કર્મ થતાં જ જાય
.                           ………………..ઉજ્વળ જીવન રાહ મળે.

======================================

રંગીલો ગુજરાત


                        રંગીલો ગુજરાત

તાઃ૬/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રંગીલો ગુજરાત અમારું ભઈ રંગીલો ગુજરાત.
.        શાન જગતમાં એવી છે,જ્યાં મળે સાહસને સન્માન
મળતી માનવતા જગતમાં એજ મારુ જ છે ગુજરાત
.        ગુજરાતનું એ જ ગૌરવ છે,જે રંગીલો કહેવાય
…………..બોલો ભઈ રંગીલો ગુજરાત અમારું રંગીલો ગુજરાત.

દેશને આઝાદીની દોર દીધી હિંમતથી હતાં એ ગાંધીજી
.        જગમાં જેણે અહિંસા દીધી એ પણ હતા ભઈ ગુજરાતી
લોખંડ જેવી કાયા હતી પણ નિર્મળ વલ્લભભાઈ સરદાર
.         બન્યા ટેકો એ આઝાદીનો,એય હતા ભઈ મારા ગુજરાતી
.                                         ………………રંગીલો ગુજરાત અમારું.

મોહમાયાને આદર છોડતાં,મળી જીવનમા ઉજ્વળ કેડી
.         મહેનત મનથી સંગે રાખતાં,જગે જીત્યા એ ગુજરાતી
લીધી કેડી જ્યાં ભક્તિપ્રેમની,ત્યાં સંતોષ મળી જાય
.        ઉજ્વળ જીવન ને માનવતા સંગે,પારકી ધરતીએ ઉભરાય
એવા ભઈ ગુજરાતી જગતમાં,રંગીલો થઈ છલકાય
.                                         ………………રંગીલો ગુજરાત અમારું.

+++++++++++++++++++++++++++++++++++++++

હોળીનો તહેવાર


.

..

.

.

.

.

.

.

.

.(રોઝનબર્ગ, ટેક્ષાસમાં હોળીનો તહેવાર મસાલા રેડીયો દ્વારા)

                        હોળીનો તહેવાર

તાઃ૫//૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી રહ્યો તહેવાર અનોખો,ગુજરાતી  ગુલાલથી  રંગાય
.           હોળીકાનું દહન થતાં દેહથી,પ્રહલાદને પ્રેમથી ઉગારાય
.                                          ……………..આવી રહ્યો તહેવાર અનોખો.
દેહ મળતાં અવનીએ જીવને,અનેક કર્મો જીવનમાં થાય
.          સદકર્મ ને કુકર્મ કયુ છે જગતમાં,ના કોઇથીય એ પકડાય
કૃપા મળે હોળીકાની જીવને, કુકર્મ બળે ને સદકર્મો સચવાય
.         અવનીપરનુ આગમન ઓળખતાં,જીવ જન્મથી છુટી જાય
..                                       ……………….આવી રહ્યો તહેવાર અનોખો.
ગુલાલ મળતાં આ દેહને,ભક્ત જલાસાંઇની કૃપા થઈ જાય
.       નિર્મળ જીવન મળતાં જીવને,ના આધીવ્યાધી કોઇ  અથડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં જીવનમાં,પ્રહલાદની જેમ બચાય
.       પ્રભુ કૃપાનો હાથરહેતા જીવપર,સુંદર સ્નેહગુલાલ બની જાય
..                                       ………………..આવી રહ્યો તહેવાર અનોખો.

***********************************************************

પ્રેરણા


.                             પ્રેરણા

તાઃ૪/૩/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેરણા ભક્તિની સાચી,ત્યાં ભક્તિપ્રેમ થઈ જાય
નિર્મળ જીવનમાં રાહ મળે,જ્યાં મનથીજ ભક્તિ થાય
.                    ………………..મળે પ્રેરણા ભક્તિની સાચી.
ઉજ્વળ જીવન ને સન્માન,જીવને જ્યાં ત્યાં મળી જાય
આવી આંગણે કૃપા કરી જાય,જેને જગતપિતા કહેવાય
સફળતાનીકેડી સદા વહે,જીવના માર્ગ સરળ થઈ જાય
ના આફત કે કોઇ કેડી મળે,ના કળીયુગમાં જીવ ફસાય
.                     ……………….મળે પ્રેરણા ભક્તિની સાચી.
મનની મુંઝવણ માળીયે મુકાય,ના વ્યાધી કોઇ દેખાય
આવી પ્રેમની વર્ષા મળતાં,આ જન્મ સફળ થઈ જાય
સંસારીને મળે પ્રેરણા જલાસાંઇથી,ભક્તિથી મળીજાય
નિર્મળ કેડી મળે કૃપાએ,ના અશાંન્તિ જીવનમાંદેખાય
.                     ……………….મળે પ્રેરણા ભક્તિની સાચી.

+++++++++++++++++++++++++++++++++++++++

કલ્યાણ


                             કલ્યાણ

તાઃ૩/૩/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે જો માયા ભોલેનાથની,જે જન્મ સફળ કરી જાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,જીવને મુક્તિ મળી જાય
.                         ……………….મળશે જો માયા ભોલેનાથની.
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,પાવન કર્મ જ જીવનમાં થાય
આજકાલની ના ચિંતા જીવને,જે દેહને મુક્તિએદોરીજાય
શાંન્તિનો સહવાસ મળે જીવને,એ શ્રધ્ધા સાચી કહેવાય
ભોલેનાથના ભજન માત્રથી, માતા પાર્વતીની કૃપા થાય
.                                …………..મળશે જો માયા ભોલેનાથની.
લીધી ટેક જીવનમાં ભક્તિની,જે જીવનુ કલ્યાણ કરી જાય
મળીપ્રીત ભોલે શંભુની,ના કર્મનાબંધન જીવને મળીજાય
સ્વર્ગની સીડીનીકેડી મળતાં,જીવનમાં પાવનકર્મ થઇજાય
મુક્તિમાર્ગ ખુલતાંજીવને,ના દેહનીવ્યાધી અવનીએદેખાય
.                              …………….મળશે જો માયા ભોલેનાથની.

======================================