ભજન ભક્તિ


                              ભજન ભક્તિ

તાઃ૨/૪/૨૦૧૨                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી દેહને મળે શાંન્તિ,ને જીવને જન્મ સફળ દેખાય
સાચી રાહ જીવને મળતાં,દેહથી ભજન ભક્તિ થઈ જાય
.                                        ……………માનવી દેહને મળે શાંન્તિ.
આગમનના એંધાણ મળે જીવને,જ્યાં બંધન કર્મના બંધાય
શીતળતાનો સંગાથમળે,જ્યાંસાચી જલાસાંઇની કૃપા થાય
અંતરમા આનંદની વર્ષા,જીવે કરેલ ભક્તિએ જ મળી જાય
ભજનની ભાવના મનમાં રાખતાં,પ્રભુની નિર્મળ દ્રષ્ટિથાય
.                                    ……………….માનવી દેહને મળે શાંન્તિ.
ભક્તિનો છે રંગઅનેરો,જીવને મળેલ દેહ ઝગમગ થઇ જાય
આફતોને આંબી લેતા જીવનમાં,શાંન્તિનો ભંડાર ભરાઇજાય
ભજન કરતાં ભાવથી નિર્મળ,પરમાત્માની કૃપા વરસી જાય
ભક્તિનો આ રંગ અનેરો,જે મળેલ જન્મ સાર્થક કરી જ જાય
.                                      ……………….માનવી દેહને મળે શાંન્તિ.

======================================