પ્રેમનુ આગમન


.

.

.

.

.

.

.

.                              પ્રેમનુ આગમન

તાઃ૩૦/૩/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમને પકડી ચાલતાં,અંતે સૌને મંજીલ મળી ગઈ
લંડનથી હ્યુસ્ટન આવવા તમને,યુનાઇટેડ એર મળી ગઈ
.                               ……………..કદમ કદમને પકડી ચાલતાં.
પ્રેમની કેડી પકડી ઇનાક્ષી આવી,સાથે ભરતકુમારનેય લઈ
બેન રમાને મળવા આવી અહીંયા,એ જલાસાંઇની કૃપા થઈ
માનસી કહે મને માસી વ્હાલા,ને કૃપા કહે મારા છે રમા માસી
હર્શીલ આવે સાથે દોડી,ને કહે મમ્મી હવે ઝંઝટો જશે નાસી
.                             ……………… કદમ કદમને પકડી ચાલતાં.
પ્રેમની વર્ષા મેળવી લેતાં,સૌને અનંતઆનંદ થઇ જાય
આવી હ્યુસ્ટન ખુબ જ હરખાતાં,લંડન પણ ભુલાઇ જાય
કૃપા માનસીને હીમા મળતાં,આનંદની હેલી મળી જાય
દોડા દોડી હર્શીલની જોવા,સમયે સૌ ઝબકી જાગી જાય
.                             ……………… કદમ કદમને પકડી ચાલતાં.

************************************************************************

. શ્રી ભરતકુમાર,ઇનાક્ષી અને તેમના સંતાન લંડનથી પ્રથમ વખત અમારે ત્યાં આવ્યા
તેની યાદ રૂપે આ લખાણ તેમને અર્પંણ કરીએ છીએ.
લી. પ્રદીપ,રમા,દીપલ,રવિ,નીશીતકુમાર અને હીમાના જય જલારામ.