હે મંગળકારી


 .                            હે મંગળકારી

તાઃ૮/૪/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંગળકારી છે સિધ્ધી વિનાયક,ઉજ્વળ જીવન દે સુખદાયક
નિર્મળ ભાવે ભક્તિ કરતાં,માયા મોહ ભાગે છે ભય વિનાશક
…………..ગજાનંદ ગણપતિ વિનાયક,જગે જીવને એ મુક્તિ દાયક.
શુધ્ધ ભાવના ને સરળ ભક્તિ,જીવને મળે છે સાચી શક્તિ
મોહ માયાના સંબંધ છુટતાં,જગમાં શાંન્તિ જીવને મળતાં
ગૌરીનંદનગણપતિ નિરાળા,સરળ જીવનમાંશાંન્તિ દેનારા
આધી વ્યાધીને એછે બાંધી રાખી,સાચી શ્રધ્ધા ભક્તિ આપી
.                                 ………………મંગળકારી છે સિધ્ધી વિનાયક.
કરુણા સાગર છે સ્વર્ગ દેનારા,આંગણે આવી એ સુખ દેનારા
પુંજન અર્ચન કરતાં પ્રભાતે,કૃપાની દ્રષ્ટિ જીવ પર કરનારા
ભોલેનાથની પ્રેમે માળા કરતા,માતા પાર્વતી ખુબ હરખાતા
મુક્ત માર્ગને સરળ કરનારા,જીવની ઝંઝટ એ છે હણનારા
.                               ………………..મંગળકારી છે સિધ્ધી વિનાયક.

==========================================