આવતી વ્યાધી


.                      આવતી વ્યાધી

તાઃ૯//૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં તો ઝંઝટ આવે,ના કોઇથીય એ રોકાય
સમયને સમજી ચાલી લેતાં,ના કોઇથીય ટોકાય
.                        ……………….જીવનમાં તો ઝંઝટ આવે.
માનવ જીવન એ સુખની સાંકળ,દુઃખથી બચાય
ભક્તિ કેરી કેડી પકડતાં,સ્વર્ગીય સુખ મળી જાય
મનને મળતાં અનંત શાંન્તિ,નિર્મળ જીવન થાય
જલાસાંઇની કૃપાએ,આવતી વ્યાધી અટકી જાય
.                       ………………..જીવનમાં તો ઝંઝટ આવે.
અનંત રાહો જીવની સામે.ના કોઇથીય છટકાય
સમજણ મનને સાચી મળતાં,ના માયા અથડાય
આજકાલને પકડી ચાલતાં,સમય સમજાઇ જાય
દેહ છુટતાં અવનીએથી,સ્વર્ગના દ્વાર ખુલી જાય
.                         ……………….જીવનમાં તો ઝંઝટ આવે.

++++++++++++++++++++++++++++++++++++