જીવનમંગળ


                             જીવનમંગળ

તાઃ૧૮/૪/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતની રીત અનોખી જીવનમાં,અનેક રીતે એ દેખાય
મનથી મળતી પ્રીત સાચી,જે જીવન મંગળ કરી જાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.
સુખ સાગર વહે જગતમાં,નિર્મળ ભાવનાએ મેળવાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને કૃપાપ્રભુની થાય
સાચી રાહ મળે દેહને કળીયુગે,જે સુખશાંન્તિ દઇ જાય
મોહમાયા પર કાતર ફરતાં,મળેલ જીવન મંગળ થાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.
પર દુઃખમાં જ્યાં સાથ મળે,ત્યાં માનવતા મહેંકી જાય
આશિર્વાદની ઉત્તમલીલા,જે સૌ સંગાથીઓઆપીજાય
પરમાત્માથીપ્રેમ કરતાં જીવને,આજન્મ સફળ દેખાય
નામાગળી નાઅપેક્ષા રહે,દેહથીમંગળ કાર્યો થઈજાય
.                      ………………..પ્રીતની રીત અનોખી જીવનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@