ભુમિનો ભાર


.                           ભુમિનો ભાર

તાઃ૨૨/૪/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી રામનો જન્મ અયોધ્યામાં
.                         શ્રી કૃષ્ણનો જન્મ ગોકુળમાં
ગાંધીજીનો જન્મ પોરબંદરમાં
.                                      ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામની સાથે સીતા છે
.                          શ્રી કૃષ્ણની સાથે રાધા છે

ગાંધીજીની સાથે કસ્તુરબા હોય
.                                       ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામના હાથમાં ધનુષ્ય છે
.                      શ્રી કૃષ્ણના હાથમાં મોરલી છે
ગાંધીજીના હાથમાં રેંટીયો હોય
ભુમિનો ભાર ઉતારવાને.

શ્રી રામે માર્યા રાવણને
.                             શ્રી કૃષ્ણે માર્યા કંસને
ગાંધીજીએ માર્યા અહીંસાને
.                                       ભુમિનો ભાર ઉતારવાને.

===================================