શીતળ પ્રેમ


                           શીતળ પ્રેમ

તાઃ૨૩/૪/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને વળી મળે જગતમાં પ્રેમ
નિર્મળ સ્નેહનીસાંકળ છે ન્યારી,મળે ત્યાં શીતળ પ્રેમ          
.                                   ……………….માનવતાની મહેંક પ્રસરે.
કુદરતની આ અજબ છે લીલા,નાપામર જીવે પરખાય
સરળતાનો સહવાસ મળતા,જીવને નાવ્યાધી અથડાય
પ્રભુપ્રેમની પ્રીતનિરાળી,મળેલ જીવનસાર્થક કરી જાય
મળેલ શીતળ પ્રેમ જીવનમાં,જલાસાંઇની કૃપાએ થાય
.                              ……………………માનવતાની મહેંક પ્રસરે.
સંસ્કાર સાચવી જીવ ચાલે જ્યાં,ના મુંઝવણ કોઇ દેખાય
સતકર્મોની કેડી છે ન્યારી,જે દેહના વર્તનથીજ સમજાય
આવેલાનું આગમન સ્વીકારતા,જીવન ઉજ્વળ થઈ જાય
મળેલદેહની સાર્થકતાજોતાં,અનેક જીવોનેપ્રેરણામળી જાય
.                                   …………………માનવતાની મહેંક પ્રસરે.

+++++++++++++++++++++++++++++++++++++