ધનવૈભવ


 .                          ધનવૈભવ

તાઃ૧/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને,પ્રભુ કૃપાએ જ સમજાય
ધનવૈભવની માયા છુટે,જીવને પ્રભુકૃપામળી જાય
                            ……………..અવનીપરના આગમનને.
પળપળને પારખતાં જીવનમાં,ભક્તિમાર્ગ મેળવાય
સુખનાવાદળ જોવરસે,તોય ના જલાસાંઇને ભુલાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિસાચી થઈજાય
નિર્મળતાનીકેડી ઉજ્વળ,નાજગે બંધન કોઇ ભટકાય
                            ………………અવનીપરના આગમનને.
કર્મ કરેલા જીવનમાં જે દેહે,જીવ સંગે મૃત્યુએ જોડાય
માગણી જીવનમાં રહેઅધુરી,જે જીવને ભટકાવી જાય
વૈભવની ના મર્યાદા મળે ,જ્યાં પરમકૃપાળુ હરખાય
આવીઆંગણે ધનવૈભવ,મળેલ જન્મ સફળ કરી જાય
                           ……………….અવનીપરના આગમનને.

==================================

प्रभु कृपा


                         प्रभु कृपा

ताः१/५/२०१२                   प्रदीप ब्रह्मभट्ट

यही तो मेरी श्रध्धा है,और यही मेरा है विश्वास
पुरणकाम करने से पहले,वहां प्रभु कृपा हो जाय
                             ……………… यही तो मेरी श्रध्धा है.
अवनी पर में आया कर्मसे,येही सच्ची है पहेचान
अपने जीवोके संबंधसे,जगके संबंधको समजाय
जुडे हुए बंधनको समजे,हो जाये सबका कल्याण
आजकालकी ना आफत रहेती,सच्चाप्रेम मिलजाय
                              ………………..यही तो मेरी श्रध्धा है.
खाली हाथ में आयाथा,और जाना भी हे खाली हाथ
मोह मायाके ये अतुट बंधन,जीव जन्मोमे लबदाय
आजकालका जहां बंधनतुटे,तब समयको समजाय
कलकीराह न देखनेपर,सच्ची प्रभु कृपा मिल जाय
                               ……………….यही तो मेरी श्रध्धा है.

++++++++++++++++++++++++++++++++++++

પકડેલી કેડી


 .                         પકડેલી કેડી

તાઃ૧/૫/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળે અવનીએ,અનેક જન્મો બાદ મેળવાય
જીવે કરેલ કર્મના એ બંધન,જે પવિત્ર કેડીએ જ સમજાય
.                               ……………..માનવજીવન મળે અવનીએ.
પશુપક્ષીની પ્રીત તડપતી,ના લાંબી જીવનમાં ચાલી જાય
મળે પલ માત્ર પ્રેમ બીજાનો.જે ઘડીકમાં જ પુરો થઈ જાય
પાંખો એ અણસાર છે તેનો,જે સમય સમજીને જ ઉડી જાય
માળાનું ના બંધન છે એમને,એ તો ઘડીકમાં બદલાઇ જાય
.                               ………………માનવજીવન મળે અવનીએ.
અવની પરના આગમને,માનવ દેહને સમજ મળી જાય
આવી બારણે પ્રભુ ભાગે,સાચી કેડીને જીવનમાં પકડાય
મોહમાયાના જ્યાં વાદળ છુટે,પ્રભાત ત્યાં ઉજ્વળ થાય
પકડેલી પવિત્રકેડી જીવનમાં,જીવને સાચીરાહ દઈજાય
.                            ………………..માનવજીવન મળે અવનીએ.

===================================