તરંગ


                              તરંગ

તાઃ૩/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જીંદગી જકડી રાખે,ને ના નિર્મળતા મેળવાય
અનેક રંગની આ લીલા છે,જે તરંગ બની મળી જાય
                           ……………….જીવને જીંદગી જકડી રાખે.
મારૂ એતો કદીના માન્યુ,તોય અવની પર ભટકાય
જીવની લીલા પ્રભુકૃપાએ,એ અનંત લીલા કહેવાય
નિર્મળતાનો સંગમળે ત્યાં,જ્યાં જલાભક્તિ પકડાય
આવી શાંન્તિ બારણુખોલે,જ્યાં સાંઇબાબાને ભજાય
                            ………………જીવને જીંદગી જકડી રાખે.
કર્મ કરેલા જ જકડી રાખે,ના કોઇ જીવથીય છટકાય
મળે અનોખી શાંન્તિ દેહને,જ્યાંસાચીરાહ મળીજાય
વાણીવર્તન એ દેહનાબંધન,જગે કોઇથી નાછોડાય
મળેલ જન્મ સાર્થક કરવા,મળતા તરંગને સમજાય
                           ………………..જીવને જીંદગી જકડી રાખે.

++++++++++++++++++++++++++++++++++==