આવી જાવ


                         આવી જાવ

તાઃ૯/૫/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની સંગે ભાવનારાખી,આવજો અમારે દ્વાર
બારણે આવી ઉભા છીએ,આવી જાવ ઘરમાંજ
.                    ………………પ્રેમની સંગે ભાવના રાખી.
નિર્મળપ્રેમને પકડી સંગે,લઈ સત્કર્મોનો સંગાથ
ભક્તિનો લઈ સાથ જીવનમાં,વર્તનને સચવાય
માયા મોહને દુર રાખીને,મેળવજો અમારો સાથ
આવશો આજે પ્રેમથી,ફરી ફરીને મળશે સહવાસ
.                     ……………….પ્રેમની સંગે ભાવના રાખી.
મળશે જીવનમાં એકજ સાથ,ના ભુલશો ગઈ કાલ
યાદ રહેશે સંગ અમારો,જે લાવશે તમને વારંવાર
કળીયુગની ના કેડી સંગે,આ જન્મ સફળ થઈ જાય
જલાસાંઇની દ્રષ્ટિપડતાં,જીવનમાંમહેંક પ્રસરીજાય
.                         ……………..પ્રેમનીસંગે ભાવના રાખી.

+++++++++++++++++++++++++++++++