મળતી મુંઝવણ


 .                          મળતી મુંઝવણ

તાઃ૧૪/૫/૨૦૧૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં મુંઝવણો આવી જાય,જ્યાં જીવનમાંરાહ ખોટી પકડાય
સંતોષની કેડી છુટે જીવનથી,એજ બલિહારી સમયની કહેવાય
.                                       ……………….મનમાં મુંઝવણો આવી જાય.
કામણકાયા જગતમાં મળતાં,મતિ કળીયુગમાં ફરતી થાય
આધીવ્યાધી નાઆવી શકે,જ્યાં વાતાવરણ સમજાઇ જાય
નિર્મળ ભાવના સંગે રાખતાં,આવતી મુંઝવંણ અટકી જાય
શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં રાહત મળતી જાય
.                                    …………………મનમાં મુંઝવણો આવી જાય.
સરળ કામ એ કૃપા પ્રભુની,જે અનુભવથી ઓળખાઇ જાય
સમજણનો જ્યાં સંગરહે,ત્યાં કામમાં સફળતા મળતીજાય
મોહમાયાને તગેડી દેતાં જીવનમાં,ના મુંઝવણ આવી જાય
ભાગે એતો જીવનમાંથી તરત,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                                     …………………મનમાં મુંઝવણો આવી જાય.

======================================