ચરણોમાં વંદન


                              ચરણોમાં વંદન

તાઃ૧૮/૫/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં રાહ સાચી,જે ઉજ્વળજીવન આપીજાય
સંતનેચરણે વંદન કરતાં,ભવોભવના બંધન છુટી જાય
.                               ………………મળે જીવનમાં રાહ સાચી.
સાચાસંતની દ્રષ્ટિ પડતાં દેહે,મોહમાયા જ ભાગી જાય
ભક્તિની કેડી સરળ બને,ના દેખાવ કોઇ અથડાઇ જાય
કર્મનાબંધન તો સૌ જીવનેવળગે,ના સાધુથીય છટકાય
મુક્તિ મળે જીવને જગતથી,જ્યાં પરમ કૃપાળુ હરખાય
.                             ………………..મળે જીવનમાં રાહ સાચી.
મારૂતારૂ એ દેહના સ્પન્દન,જે સાચીભક્તિએ ભાગીજાય
જલાસાંઇના ચરણોમાં વંદનથી,ભવસાગર તરી જવાય
આંગણેઆવી ભીખમાગતા પ્રભુજી,વર્તનથી ભાગી જાય
એજ સાચી શ્રધ્ધા ભક્તિ જીવનમાં,જન્મસફળ કરીજાય
.                              …………………મળે જીવનમાં રાહ સાચી.

+++++++++++++++++++++++++++++++++++++

મહેંર દીઠી


                              મહેંર દીઠી

તાઃ૧૮/૫/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુભવથી અજ્ઞાન માનવી,અહીં તહીં ભટકી જાય
સાચી કેડી મળે સહવાસથી.જે જન્મ સફળકરીજાય
                         ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
આંધીનો અણસાર મળે જીવને,સરળ જીવન કરી જાય
કર્મ બંધન ના કોઇ યુગે છુટે,એતો જીવથીજ છે સંધાય
થતાં કામનો સાથ મળે,જે જીવને સરળતા આપી જાય 
કુદરતની એમહેંર દીઠીમેં,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
                          ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
સુખદુઃખની છે સાંકળ ન્યારી,જે અનુભવે જ મળી જાય
કરેલ કર્મની સીધી સાંકળ,જીવને સદમાર્ગેજ લઈ જાય
મોહ માયાની કાતર એવી,જીવના સદકર્મોથી છટકાય
મળી જાય જીવનમાં દેહે,ત્યાં જીવ જન્મોજન્મ ભટકાય
                        …………………અનુભવથી અજ્ઞાન માનવી.

 ====================================