આડુ અવળુ


 .                        આડુ અવળુ

તાઃ૨૪/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આડુ અવળુ બોલાઇ જતાં,જીવનમાં ઝંઝટ વધી ગઈ
ના માગતાનું મળી જતાં,કુદરતની ઝાપટ પડી ગઈ
.                         ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
માનવીમનને માયાજબહુ,એજગતમાં જાણે છે સહુ
એકઅપેક્ષા ભુલથી મળતાં,બીજી લપટાઇ ગઈ બહુ
કુદરતની આ અકળ લીલા,ના માનવમને સમજાય
પડે એક ઝાપટ કળીયુગની,ના કોઇથી જગે છટકાય
.                         ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
શાંન્તિ શોધવા ચાલતા યુગે,અનેક જીવો અથડાય
મળતાંએકકેડી ભક્તિની,સાચી સરળરાહ મળીજાય
ના મોહમાયા મળે જીવને,એતો છટકીને ભાગીજાય
પ્રભુકૃપાની વર્ષા થતાં,જીવનો જન્મસફળ થઈજાય
.                          ………………..આડુ અવળુ બોલાઇ જતાં.

++++++++++++++++++++++++++++++++++++=====