પ્રીતીની પ્રીત


 .

.

.

.

.

.

.

.

.

.

.

.                        પ્રીતીની પ્રીત

તાઃ૨૭/૫/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રીતીની છે પ્રીત અનોખી,સરળ પ્રેમથી મળી જાય
પ્રેમની કોમળ કેડી લેતાં,પ્રીતીની પ્રીત મળી જાય
 .                              …………….પ્રીતીની છે પ્રીત અનોખી.
શબ્દનો સહવાસ રાખીને,ભોજનમાં સૌને આવકારાય
વડીલબંધુને ઓળખી લેતાં,સૌના પ્રેમનીવર્ષા દેખાય
આશીર્વાદની કેડીને નીરખી,દુઃખનાવાદળ ભાગીજાય
આવીમળે પ્રેમસૌનો તેને,એજ તેનીલાયકાત કહેવાય
.                             ………………પ્રીતીની છે પ્રીત અનોખી.
સહવાસમળ્યો જ્યાં અલ્પેશનો,જીવનનૈયા ચાલીજાય
સાર્થ જીવન કરવા કાજે,શ્રીજલાસાંઇનીકૃપા થઈ જાય
પતિ પ્રેમને સંગે રાખતાં,વ્હાલા સંતાને જીવન બંધાય
આજકાલને સમજીલેતાં,પાવનજન્મ થતો સૌને દેખાય
.                            ……………….પ્રીતીની છે પ્રીત અનોખી.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

મંદીરના બારણે


.                         .મંદીરના બારણે

તાઃ૨૭/૫/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો પ્રભુ હુ બારણે આજે,કરજો કળીયુગથી મને દુર
ના આવી મળે વ્યાધી ઉપાધી,ચરણે લાગી કરુ હુ ધુન
.                          ……………….આવ્યો પ્રભુ હુ બારણે આજે.
જીવનેશાંન્તિ મળીમાગતાં,આપનીકૃપા મળતી દેખાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરુંહું,જેનાથી પ્રેમતમારો લેવાય
માયાભાગે દુર જગતની,મળે જીવનમાં પ્રેમ ભગવાન
દેજો મુક્તિ મળેલ જીવથી,જીવનો જન્મસફળથઇ જાય
.                           ………………..આવ્યો પ્રભુ હુ બારણે આજે.
પ્રભુ રામનું સ્મરણ કરતાં,મંદીરનુ બારણુ ખુલ્યુ છે ભઈ
મનનેશાંન્તિ મળતીઆવી,જ્યાં જલાસાંઇની ભક્તિથઈ
નામાગું હું મોહ કે માયા,કે નાકદી અભિમાન મળે અહીં
મુક્તિ મેળવવા કાજે,માગુકૃપા મારા મંદીરના દ્વારે જઈ
.                            …………………આવ્યો પ્રભુ હુ બારણે આજે.

*****************************************************

જલાસાંઇથી પ્રાર્થના


 .                      જલાસાંઇથી પ્રાર્થના

તાઃ૨૭/૫/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને દેજો પ્રેમ ભક્તિથી,ના મોહમાયા અથડાય
પળપળને સંભાળી લેજો,એજ પ્રાર્થના મારી આજ
.                          ……………….જીવને દેજો પ્રેમ ભક્તિથી.
ભક્તિ ભાવને સંગે રાખી,નિર્મળ સ્મરણ કરુ હુ આજ
સેવાસ્વીકારી પ્રદીપરમા રવિની,દેજો મુક્તિમાંસાથ
આજકાલનો ના છેમોહ મને,કેનાદેખાવની દુનીયામાં
મળે જલાસાંઇની એકજ કૃપા,નામાગુ બીજુકંઇ આજ
.                          ………………..જીવને દેજો પ્રેમ ભક્તિથી.
પ્રેમની સીડી મળતી રહે,એજ અપેક્ષા મારી હરવાર
જન્મમરણથી મુક્તિમાગું,સેવાકરતાં હુંમનથી સવાર
આવજો મારે બારણે પ્રેમે,ઇચ્છા જીવનમાં એકજ આ
રહેજો સંગે પળેપળ અમારી,ના કળીયુગથી અથડાય
.                           ………………..જીવને દેજો પ્રેમ ભક્તિથી.

====================================