ગૌરીપુત્ર


                                ગૌરીપુત્ર

તાઃ૨૯/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદની અસીમ કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
મળી જાય કૃપા ગૌરીપુત્રની,ના અપેક્ષા જીવનમાં રખાય
.                            …………………ગજાનંદની અસીમ કૃપાએ.
અવનીપરના આગમનને,ગજાનંદની કલમથી સહેવાય
મળે માનવદેહે જન્મ,કૃપાએ અંતીમ જન્મપણ થઈજાય
આવતી તકલીફોને દુરકરે,જ્યાં સાચી શ્રધ્ધાએજ ભજાય
ગણપતિની એકજ દ્રષ્ટિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                             …………………ગજાનંદની અસીમ કૃપાએ.
રિધ્ધિ સિધ્ધિની અસીમ કૃપાએ,માનવીમન મહેંકી જાય
આવીઆંગણે પ્રેમમળેસૌનો,જીવની લાયકાત બની જાય
ગજાનંદની એકજ કલમે,જીવના જન્મમરણ અટકી જાય
મુક્તિમાર્ગ મળતાંજીવને,ના અવનીએ આંટીઘુંટી બંધાય
.                             ………………..ગજાનંદની અસીમ કૃપાએ.

===================================