ભુલની ભેંટ


 .                           ભુલની ભેંટ

તાઃ૨૨/૫/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આમાયા એવી,જીવને જન્મ મળે સમજાય
કરુણા સાગર છે અતિ દયાળુ,કૃપા દેહના વર્તને મેળવાય
.                           ……………….જગતપિતાની આ માયા એવી.
વાણીવર્તન છે દેહના બંધન,મનની સમજણથી મેળવાય
થઈગઈ ભુલ માનવીથીએક,પડીજાય કુદરતની સોટીએક
ઉતાવળે ના આંબા પાકે,એતો સમય આવતાજ ઉગી જાય
એક ભાવના પ્રેમની ન્યારી,માનવીને જીવન જીવાડી જાય
.                          …………………જગતપિતાની આ માયા એવી.
મોહ માયા તો ફરે અવનીએ,સમય પકડતા જ મળી જાય
કુદરતની આછે કૃપા અનોખી,જે એક ભુલની ભેંટ કહેવાય
જીંદગી આખી જકડાઇ જવાની,એતો સમય સમયે દેખાય
નામાગણી કદીકરીહોય જીવનમાં,તોયઆવીને મળી જાય
.                          …………………જગતપિતાની આ માયા એવી.

========================================

Advertisements

ઘંટનાદ


 .                        .ઘંટનાદ

તાઃ૨૧/૫/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારમાં જ્યાં નાદ પડ્યો,ત્યાં જાગી ગયા છે સૌ
મળેપ્રેરણા અંતરમાં ભક્તિની,એ જોઇનેજ હુ કહુ
.                           ……………..સવારમાં જ્યાં નાદ પડ્યો.
મળતાં પ્રેમ જલાસાંઇનો,જીવને જન્મે શાંન્તિ થઈ
અંતરમાં મળતી ઉર્મીઓને,આંખોથી જોવાઇ ગઈ
માનીમમતા મળેસંતાને,ને પ્રેમપિતાનો મળીજાય
સંસારમાં મળતા સ્નેહી જનોના,હૈયા ઉભરાઇ જાય
.                         ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
પ્રભાતપહોર ને ઘંટનાદ,એકર્ણથી રાહ આપી જાય
જન્મ સફળની કેડી લેવા,જલાસાંઇની ભક્તિ થાય
ભોલેનાથની કૃપાઅનોખી,જે સાચીભક્તિથીલેવાય
અંત દેહનો ઉજ્વળ થાશે,જ્યાંજીવ ભક્તિએ બંધાય
.                           ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.

+++++++++++++++++++++++++++++++++++++=

ઉજ્વળ કેડી


. 

.

.

.

.

.

.

.

.

.

.                            ઉજ્વળ કેડી

તાઃ૧૮/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિનંદનના વાદળ ઘેરાતા,સુગરલેન્ડે પ્રેમની વર્ષા થઇ
ગાંધી હિમેશભાઇને સફળતા દેવા,સૌના પ્રેમે વૉટીંગ થઈ

મળતાં પ્રેમ પિતા મુકુન્દભાઇનો,ભણતરની કેડી મળી ગઈ
સરળતાની કેડી મળી ગઈ,જ્યાં સાચા મનથી મહેનત થઇ
ઉજ્વળતા આવી છે બારણે આજે,જે લાયકાતે જ મળી ગઈ
અભિનંદન છે પ્રદીપ રમાના આજે,સંગે રવિ હિમાનો સ્નેહ

સરળ જીવનનીકેડી સાચવી,સૌના દીલને જીત્યા તમે અહીં
આદર,માન ને સન્માન મળ્યા,જ્યાંસૌની હિંમત ભેગી થઈ
પ્રીતપ્રેમની સાંકળ હિમેશભાઇની,સાચા સ્નેહથી ભરાઇ ગઈ
મળી ગઈ સફળતા તેમને,એજ તેમની સિધ્ધી કહેવાઇ ગઈ

******************************************

.      .શ્રી હિમેશભાઇ સુગરલેન્ડ સીટી કાઉન્શીલર તરીકે ચુંટાતા ગુજરાતીઓ
માટે એ ગૌરવ છે કે સાહિત્ય પ્રેમી અને એક ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ
ગાંધીના દીકરા સૌ જનતાનો પ્રેમ મેળવી ચુંટણીમાં જીત મેળવી અમેરીકામાં
અભિનંદન ને પાત્ર થતાં સૌ સાહિત્ય પ્રેમીઓના પ્રેમ રૂપે આ કાવ્ય અર્પણ
કરુ છુ. સ્વીકારી મને રૂણ મુક્ત કરશોજી. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભગાડજો


                             ભગાડજો

તાઃ૨૦/૫/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહ મળે અવનીએ,ભગાડજો મોહમાયા ભગવાન
દેજો પ્રેમની સાંકળ જલાસાંઇ,આવતી વ્યાધીભાગીજાય
.                           ……………….માનવદેહ મળે અવનીએ.
રોજ સવારે પુંજન કરતાં,માગું જીવનમાં ભક્તિ અપાર
કૃપાનીકેડી મને મળે જીવનમાં,જે જન્મ સફળકરી જાય
પ્રાર્થના,પુંજા પ્રેમેકરું જીવનમાં,દેજો સુખદુઃખમાં સંગાથ
આવી બારણે રાહ જોઉ છું,પધારજો પ્રેમ દેવાને અપાર
.                           ……………….માનવદેહ મળે અવનીએ.
થતાં કર્મમાં સાથે રહેજો,ના કોઇ અપેક્ષાઓ ભટકાય
ભક્તિદેજો જલાસાંઇ અમને,જ્યાંમોહમાયા ભાગીજાય
અંત દેહનો આવતા,મોક્ષ દઈ કરજો જીવનો ઊધ્ધાર
વંદનકરતાં માગીએ અમે,ભગાડજો અપેક્ષાઓ હજાર
.                           ……………….માનવદેહ મળે અવનીએ.

======================================

ચી.રાહુલની કેડી


.

.

.

.

.

.

.

.

.

.

.

.                                 ચી.રાહુલની કેડી

તાઃ૧૯/૫/૨૦૧૨               હ્યુસ્ટન                 …..પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિનંદનની વર્ષા વરસતા,દીકરો રાહુલ હરખાઇ જાય
એન્જીનીયરીંગની ડીગ્રી મેળવતાં,પપ્પામમ્મી રાજી થાય
.                                         ………..અભિનંદનની વર્ષા વરસતા.
પાળજ ગામને પાછળ મુકી,પ્રકાશભાઇ હ્યુસ્ટન આવી જાય
હીનાની હૈયા લાગણી લઈને,બંન્ને અહીંયા મહેનત કરી જાય
માબાપની મહેનતુ કેડી જોતાં,રાહુલને સાચી રાહ મળી જાય
ભણતરની સાચીલાગણી રાખતાં,જીવનમાંસફળતા મળીજાય
.                                             ……….અભિનંદનની વર્ષા વરસતા.
નિર્મળ પ્રેમની ગંગા લઈને,મમ્મી હીના આજે ખુબ હરખાય
પતિપ્રકાશની સાચીરાહે,બંન્નેના જીવન ભક્તિએ ઉજ્વળથાય
આનંદનો આ પ્રસંગ અનેરો,કાકા કૌશિકભાઇ ખુશ થઇ જાય
ફોઇ પ્રેમીલાબેન પણ આવ્યા,જોઇ પ્રકાશ હીના ખુબ હરખાય
.                                                ……….અભિનંદનની વર્ષા વરસતા.
પ્રદીપ રમાને પ્રીતપ્રકાશહીનાથી,સમયના સાથથી સમજાય
આજકાલને દુર મુકતાં હ્યુસ્ટન આવ્યાને,નવ વર્ષ પુરા થાય
ભક્તિની સાચી કેડીને સંગે,જીવનમાં રાત દિવસ ના દેખાય
શ્રધ્ધારાખી મહેનતકરતાં,આજે રાહુલને સાચીરાહ મળી જાય
.                                               ……….અભિનંદનની વર્ષા વરસતા.

+++++++++++++++++++++++++++++++++++++++++++++

ચરણોમાં વંદન


                              ચરણોમાં વંદન

તાઃ૧૮/૫/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં રાહ સાચી,જે ઉજ્વળજીવન આપીજાય
સંતનેચરણે વંદન કરતાં,ભવોભવના બંધન છુટી જાય
.                               ………………મળે જીવનમાં રાહ સાચી.
સાચાસંતની દ્રષ્ટિ પડતાં દેહે,મોહમાયા જ ભાગી જાય
ભક્તિની કેડી સરળ બને,ના દેખાવ કોઇ અથડાઇ જાય
કર્મનાબંધન તો સૌ જીવનેવળગે,ના સાધુથીય છટકાય
મુક્તિ મળે જીવને જગતથી,જ્યાં પરમ કૃપાળુ હરખાય
.                             ………………..મળે જીવનમાં રાહ સાચી.
મારૂતારૂ એ દેહના સ્પન્દન,જે સાચીભક્તિએ ભાગીજાય
જલાસાંઇના ચરણોમાં વંદનથી,ભવસાગર તરી જવાય
આંગણેઆવી ભીખમાગતા પ્રભુજી,વર્તનથી ભાગી જાય
એજ સાચી શ્રધ્ધા ભક્તિ જીવનમાં,જન્મસફળ કરીજાય
.                              …………………મળે જીવનમાં રાહ સાચી.

+++++++++++++++++++++++++++++++++++++

મહેંર દીઠી


                              મહેંર દીઠી

તાઃ૧૮/૫/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુભવથી અજ્ઞાન માનવી,અહીં તહીં ભટકી જાય
સાચી કેડી મળે સહવાસથી.જે જન્મ સફળકરીજાય
                         ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
આંધીનો અણસાર મળે જીવને,સરળ જીવન કરી જાય
કર્મ બંધન ના કોઇ યુગે છુટે,એતો જીવથીજ છે સંધાય
થતાં કામનો સાથ મળે,જે જીવને સરળતા આપી જાય 
કુદરતની એમહેંર દીઠીમેં,જે સાચી શ્રધ્ધાએ મળી જાય
                          ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
સુખદુઃખની છે સાંકળ ન્યારી,જે અનુભવે જ મળી જાય
કરેલ કર્મની સીધી સાંકળ,જીવને સદમાર્ગેજ લઈ જાય
મોહ માયાની કાતર એવી,જીવના સદકર્મોથી છટકાય
મળી જાય જીવનમાં દેહે,ત્યાં જીવ જન્મોજન્મ ભટકાય
                        …………………અનુભવથી અજ્ઞાન માનવી.

 ====================================