નિર્મળ પ્રેમ


 .                            નિર્મળ પ્રેમ

તાઃ૩૧/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં,મળતી વ્યાધીઓ ભાગી ગઈ
જલાસાંઇની પરમ કૃપાએ,જીવનમાં શાંન્તિય આવી ગઈ
.                               ………………..નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
શ્રધ્ધાનીસાંકળ છે ન્યારી,જીવને સાચીરાહપણ મળી ગઈ
પ્રેમભાવના સંગે રાખતાં,જીવનમાં સૌની પ્રીત મળી ગઈ
માન અપમાનને નેવે મુકતાં,મનની મુંઝવણો ભાગી ગઈ
શીતળતાના સહવાસે જીવનમાં,ના આશાઓ કોઇ જ રહી
.                            ………………….નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.
જાગીને જોતા જીવનમાં ભઈ,કળીયુગની કાતર છે અહીં
સાચવતાનીરાહ જોતાં જીવનમાં,નિર્મળતા આવતી ગઈ
પ્રેમ એતો છે પાવનકેડી જીવની,જે ભક્તિએ સંધાઇ ગઈ
આશીર્વાદની શીતળ વર્ષા,ને માતાની મમતા મળી ગઈ
.                            …………………નિર્મળ પ્રેમથી ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++

Advertisements

મળેલ ચાવી


 .                         . મળેલ ચાવી

તાઃ૩૦/૭/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતો જીવનમાં કાંઇ એવું,જે યાદરહે જીવનમાં એવું
નિર્મળતાની ચાવી લઈ,ભક્તિસંગપ્રેમ પામી હુ જીવું
.                            ………………કરતો જીવનમાં કાંઇ એવું.
કરુણા એ છે કરતારનીકૃપા,સાચીરાહ મેળવતા જાણું
પામુ સૌનો પ્રેમ જીવનમાં,નાબીજુ જીવનમાં હું માગું
વડીલને વંદન કરતાં પ્રેમે,જીવનમાં નિર્મળતા માણું
સદા વરસતી સ્નેહગંગાએ,મારું જીવન ઉજ્વળ પામું
.                         ………………..કરતો જીવનમાં કાંઇ એવું.
મનથી ભક્તિ કરતાં જલાસાંઇની,પ્રેમાળપંથને માણુ
સરળતાનીકેડી મળે જીવનમાં,મોહમાયા સંગેહું લાગુ
પામર જીવની છે શ્રધ્ધા ન્યારી,સાચીભક્તિ એ જાણુ
વરસે સંતની કૃપા જીવ પર,ફરી અવનીપર નાઆવું
.                           ……………….કરતો જીવનમાં કાંઇ એવું.

+……….+…………+………..+…………+……….+…………+

સાચી સમજ


                                     સાચી સમજ

તાઃ૨૯/૭/૨૦૧૨                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

.                  .અમેરીકા આવવાના મોહને કોઇ રોકી શકતુ નથી કારણ અહીંથી
ભારત જનારા લોકો ત્યાં જઈને પોતાના અહંમને સાથે રાખી અમેરીકા આમ
અમેરીકા તેમ બોલે એટલે નિર્દોષ અને નિખાલસ જીવો વાતોમાં ફસાઇ જાય
આ અમેરીકા જ્યાં………..

* નોકરી ના હોય તો આખો દીવસ ઘરમાં જ ભરાઇ રહેવાનું.
* ઘરમાં ઇલેક્ટ્રીક ના હોય તો જીવન જીવવુ અશક્ય લાગે કારણ ઘરમાં દરેક
    જગ્યાએ લાઇટની જરૂર પડે રસ કાઢવો હોય કે મીક્શ કરવુ હોય કે પછી ઠંડી
     કે ગરમી મેળવવી હોય તો જરૂર પડે જ કારણ સાધન વગર તે શક્ય નથી.
* ઘરમાંથી મંદીર જવુ હોય કે શાકભાજી લેવા તો મોટર વગર જવાય જ નહીં
   અને મોટર માટે પેટ્રોલ જોઇએ એટલે કે નાણા વગર નો નાથીયો ના રહેવાય.
* દેશમાં એવો દેખાવ કરવો કે સંતાનને માબાપ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે
    તેમને પોતાની પાસે અમેરીકા બોલાવે છે પણ હકીકતમાં મોટા ભાગે માબાપને
    અહીં બોલાવી સરકારના પૈસા મેળવવાનો પ્રયત્ન કરી લાભ લેવો નહીંતો પછી
    ધરડા ઘરમાં મુકી દેવા જ્યાં સરકારના પૈસા કે જે ભીખ જ કહેવાય તે મેળવી
    પરાણે જીવવું અને ખુણામાં બેસી રડવું. (આ પ્રસંગ મેં અહીં જોયો છે)
* અહીં આવ્યા બાદ જ્યારે માબાપને સાચો ખ્યાલ આવે ત્યારે મોં બંધ રાખી
     જીવવું પડે છે કારણ પોતાના સંસ્કાર એજ સાચવે છે.
* ધરડા ઘરમાં મુકેલા માબાપ અમેરીકામાં ફાધર ડે અને મધર ડે ની રાહ જુએ છે
    કારણ તે દીવસે કમસે કમ સંતાનના સંતાન જોવાની તક મળે બાકી તો હાયબાય
    ફોન પર મળતી હોય છે.
* આ દેખાવની દુનીયા જ છે પણ કમસે કમ આપણા હિન્દુ મંદીરમાં સંસ્કાર દેખાય
    કારણ શનિ,રવિ ઘરમાં ખાવા કરવાની શાંન્તિ.મંદીરમાં જઈ લોકોને મળવું મોટી
     મોટી વાતો કરવી એ પ્રથા થઈ ગઈ છે.
* અહીંયા આવી મંદીરમાં વધારે ભરાઇ રહેવાથી ધણા લોકોને આનંદ થાય છે
    કારણ અહીં મંદીરમાં દેખાવ કરવાથી ધણા લાભ મળે છે.જે અહીં આવ્યા બાદ
     ખબર પડે છે.સાધુ હોય કે સત્સંગી બધાને લહેર છે.
* આ દેશમાં ડૉક્ટર થઈ જીવવામાં શાંન્તિ છે કારણ તેમણે આપેલ એક દવાની
     આડ અસરમાં કાયમ દર્દી મળી રહે એટલે આવક માં વાધો નહી અને વિમા નો
      ધંધો કરનાર પણ ભુખે ના મરે કારણ અહીંયા વિમો એ જરૂરી માર્ગ બતાવ્યો છે.
* આ દેશમાં આવી ત્યાં સારુ ભણેલાને પણ મજુરી કરતાં અને ત્યાંના ભણતરની
     અહીં કોઇ કિંમત નથી તે પણ મેં જાતે જોયેલ છે.

=++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

કૃપા કરજો


.

.

.

.

.

.

.

.

.

.

.                           .કૃપા કરજો

તાઃ૨૭/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ મારી પ્રેમે સ્વીકારી,કરજો કૃપા દીનદયાળ
મળેલ જન્મ સાર્થક કરી,છોડજો જીવનની ઝંઝાળ
.                      ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
મોહમાયા અળગી રાખી,મળજો માનવતા પ્રેમાળ
શીતળ સવાર ને સાંજ મળે,ને જીવન આ મહેંકાય
છે કૃપાળુ સંતજલાસાંઇ,જે સાચી ભક્તિએ સહેવાય
તન,મન,ધનથી શાંન્તિ મળતાં,વ્યાધી ભાગી જાય
.                        ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
કર્મનાબંધન જીવને સ્પર્શે,ના કોઇથીય દુર જવાય
સંગરહે જ્યાં કર્મનોજગે,ત્યાં સમજીવિચારીજીવાય
પ્રેમથીએકજ માળાકરતાં,મળેલજીવન મહેંકી જાય
નાદેખાવની ભક્તિ સ્પર્શે જીવને,કેના મોહ ભટકાય
.                       ……………….ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.

+++++++ ++++++++++++++++++++++++++++++

શાને મળે?


 .                        શાને મળે?

તાઃ૨૬/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ દેહ તો મુક્તિ માગે,લઈ દેહ જીવ ભટકાય
કરુણા કરુણા કરતાં કરતાં,વ્યાધીઓ વધતી જાય
.                    ………………માનવ દેહ તો મુક્તિ માગે.
કર્મનીકેડી જીવને મળે અવનીએ,સૌને મળીજાય
માનવતાની મહેંક પ્રસરે,જે દેહે વર્તનથી દેખાય
કરેલ કર્મની સીડી ચઢવા,જગે નાકોઇથી છટકાય
માનવ મનની એજ આશા,વ્યાધી શાને મળીજાય
.                    ………………..માનવ દેહ તો મુક્તિ માગે.
નિર્મળતાનો સંગ છુટે,ત્યાં તકલીફોજ મળતી જાય
સરળતાની રાહને શોધતાં,ના માર્ગ જીવને દેખાય
ભક્તિનીએક નાનીકેડીએ,આ જન્મસફળ થઈજાય
મુક્તિનો અણસારમળે,જ્યાં ભક્તિ માર્ગમળી જાય
.                    ………………..માનવ દેહ તો મુક્તિ માગે.

=================================

કદર પ્રેમની


 .                          .કદર પ્રેમની

તાઃ૨૫/૭/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને આવી મળે શાંન્તિ,જ્યાં નિર્મળજીવન હોય
પ્રેમનીગંગા વહે જીવનમાં,જ્યાં પ્રેમની કદર હોય
.                    …………………મનને આવી મળે શાંન્તિ.
માનવતાની મહેંક અનોખી,જે સંસ્કારથી મળી હોય
પ્રેમની પાવનકેડીના સંગે,આ જીવન ઉજ્વળ હોય
સુખ સાગરની કૃપા અનોખી,લાયકાતે મળતી હોય
માગણીમોહને માળીએમુકતા,સાચોપ્રેમ મળતોહોય
.                     …………………મનને આવી મળે શાંન્તિ.
સરળ જીવનની કેડી ન્યારી,સરળ સ્નેહ ભરેલી હોય
નિખાલસતાનો સંગમળે,જ્યાં માબાપની કૃપા હોય
ભક્તિભાવની સરળરાહે,જીવને શાંન્તિ મળતી હોય
કદરપ્રેમની મનથીકરતાં,સાચી રાહ જ મળતી હોય
.                     ………………… મનને આવી મળે શાંન્તિ.

======================================

પવિત્ર માસ


 .                           પવિત્ર માસ

તાઃ૨૪/૭/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતીને મળે ગતિ જીવનમાં,જ્યાં મનથી મહેનત થાય
સરળતાની મળી જાય સાંકળ,જ્યાં ભક્તિ સાચી થાય
.                       …………………. મતીને મળે ગતિ જીવનમાં.
મળેલ જન્મ સાર્થક થઇજાય,જ્યાં સરળ જીવન જીવાય
કર્મના બંધન સાચવી ચાલતાં,માનવતાય મહેંકી જાય
ભક્તિ કેરા સંગથી જીવનમાં,મળેલ જન્મ સફળ દેખાય
હિન્દુ ધર્મની સુંદર કેડી,પવિત્ર શ્રાવણ માસે જ મહેંકાય
.                    …………………….મતીને મળે ગતિ જીવનમાં.
સુર્યોદયનો સહવાસ મળતાં,પ્રભાતે પુંજન અર્ચન થાય
વ્રતઉપવાસની કેડીને પકડતાં,ધન્ય જીવન થતુ દેખાય
સતત સ્મરણ પ્રભુનુંકરતાં,જીવેઅનંત શાંન્તિ મળીજાય
ઉજ્વળ રાહ મળતાં અવનીએ,આજન્મ સફળ થઈ જાય
.                     …………………….મતીને મળે ગતિ જીવનમાં.

***************************************************