પ્રાસંગીક પ્રેમ


                              પ્રાસંગીક પ્રેમ

તાઃ૧/૭/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાવજો પ્રેમ અંતરનો સાચો,જે પ્રસંગને સ્પર્શી જાય
જીવનેઆનંદ થાયઅનંત,જ્યાં સાચોસ્નેહ મળી જાય
.                         ………………..લાવજો પ્રેમ અંતરનો સાચો.
આજે આવજો કાલે આવજો, હૈયે શીતળ સ્નેહ રાખજો
નાઅપેક્ષા કોઇ રહે મનમાં,એવી સુખશાંન્તિને લાવજો
અનંતસ્નેહ નાઉભરેહૈયે,જીવને માયામોહથી બચાવજો
આવી પ્રાસંગીક પ્રેમ મેળવજો,જીવનમાં રાહ મેળવજો
.                       …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.
વાણીવર્તન સાચવી આવજો,મનથી સ્નેહ તમે પામશો
કુદરતનીકૃપા એતો છેકેડી,જીવને શાંન્તિ સદાય મળશે
શ્રધ્ધાએ તો મનથી રહેતી,જલાસાંઇની ભક્તિથી ફળશે
અંત દેહનો આઉજ્વળ બનશે,જ્યાં તમોને શ્રધ્ધા મળશે
.                       …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.

======================================