લાયકાતે મળે


 .                        લાયકાતે મળે

તાઃ૧૩/૭/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહને પામવા આજે,મન મારું હરખાય
મળશે આશા એજછે જીવની,અપેક્ષા જ કહેવાય
.                   ……………….શીતળ સ્નેહને પામવા આજે.
વાણી વર્તન સાચવી જીવતાં,ઉજ્વળ રાહ દેખાય
અપેક્ષાના વાદળહટતાં,જીવથી સરળતા સહેવાય
આશીર્વાદની રાહમળતાં,વડીલને પ્રેમેવંદન થાય
મળે કૃપાજલાસાંઈની,એજીવની લાયકાતકહેવાય
.                  ………………..શીતળ સ્નેહને પામવા આજે.
ભણતર છે જીવનનુ ચણતર,પાવનમાર્ગ મળીજાય
ઉજ્વળજીવનની કેડીન્યારી,સાચીમહેનતે મેળવાય
મનની મુંઝવણ ભાગે દુર,નામળે દેહને દુઃખના પુર
શાંન્તિચાલે સંગે જીવનમાં,નેઉજ્વળતા નારાખે દુર
.                   ………………..શીતળ સ્નેહને પામવા આજે.

@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*

સંસ્કારી કેડી


.                         .સંસ્કારી કેડી

તાઃ૧૩/૭/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,સુખ શાંન્તિ દઈ જાય
ભક્તિ પ્રેમની પ્રીત મળે,એ જ સંસ્કાર સાચા કહેવાય
.                        ………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદ જ મળી જાય
સરળતાને સાથ રહે જીવનમાં,જે સુખ શાંન્તિ દઈ જાય
મળે જગતમાં પ્રેમસૌનો,જે અનહદ આનંદઆપી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
.                      ………………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જન્મ મળેલ અવનીએ જીવને,કર્મના બંધનથી બંધાય
કરેલકર્મ એસીડીજીવની,જે જીવનના સોપાનથઈ જાય
સંસ્કારની કેડી મળે પ્રભુથી,જે માબાપની કૃપા કહેવાય
પળપળને પારખતાં દેહને,અમૃતે જન્મસફળ થઈ જાય
.                     …………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=