સરળ સાથ


 .                         સરળ સાથ

તાઃ૧૭/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુંદરતાના સરળ સાથથી,મન મારું છે મલકાય
નિર્મળ આંખથી પામીલેતાં,સંગ મને મળી જાય
.                     ………………..સુંદરતાના સરળ સાથથી.
પ્રેમમળે જ્યાં અંતરથી,સ્નેહની સરળતા કહેવાય
માગણીની જરૂરરહેતી,જ્યાં નિખાલસતા સહેવાય
લીધો પ્રેમ જગતમાંસૌનો,એજ માનવતા કહેવાય
પ્રેમનીસરળ સાંકળ મળતાં,નામોહમાયા ભટકાય
.                      ………………..સુંદરતાના સરળ સાથથી.
મનનેમળે જ્યાં માયા જગે,કળીયુગી રીત કહેવાય
દેખાવનીકેડી જ્યાં દુરરહે,ત્યાંજ માનવતા મહેંકાય
સંગ રહે નિર્મળતા જીવને,ના વ્યાધી કોઇ અથડાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,જ્યાંભક્તિસંગ રખાય
.                      ………………..સુંદરતાના સરળ સાથથી.

************************************************