એક જ શ્રધ્ધા


                           .એક જ શ્રધ્ધા

તાઃ૨૧/૭/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી,માનવમન મહેંકાય
ના માગણી કોઇ રહે જીવનમાં,એ સાચી રાહ કહેવાય
.                ……………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
અલ્લા ઇશ્વર એક સમજતાં,જગે માનવજીવ મલકાય
શાંન્તિનોસહવાસ મળતાં,મળેલ જન્મ સફળથઇ જાય
ઇશ્વરનીજેમ કૃપામળે જીવને,તેમ અલ્લાથી મેળવાય
જન્મસફળની કેડીમળતાં,માનવજન્મ સફળ થઈજાય
.              …………………શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
નિરાધારનો આધાર પ્રભુ છે,તેમ અલ્લાથીય સહેવાય
રાખી શ્રધ્ધા મળેલ દેહથી,એ જ સાચી ભક્તિ કહેવાય
અંત દેહનો ઉજ્વળ થાય,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
સંગરાખતા શ્રધ્ધાનો જીવનમાં,અનેક ભવો છુટી જાય
.              ………………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.

+++++++++++++++++++++++++++++++++++++