સમી સાંજે


                             સમી સાંજે

તાઃ૨૨/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહમળે જ્યાં સમી સાંજે,ત્યાં સૌને આનંદ થાય
નિખાલસ પ્રેમની ગંગા વહેતા,મન મારું હરખાય
.                  ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
શિયાળાની સમી સાંજે,દેહે શીતળતા મળી જાય
સુખની લહેર જીવનમાં મળતાં,હૈયે આનંદ થાય
કુદરતની છે અસીમકૃપા,માનવમનને દોરી જાય
શાંન્તિનોસહવાસમળતાં,જીવ રાજીરાજી થઈજાય
.                  ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
ઉનાળાની સમી સાંજે,જગતના સૌ જીવો અકળાય
આકુળ વ્યાકુળ મન ભટકતાં,મુંઝવણો આવી જાય
દેહનીવ્યાધી જીવનમાં મળતાં,ના રસ્તાઓ દેખાય
અહીંતહીં ભટકી રહેતા દીવસમાં,રાત્રીજ પડી જાય
.                 …………………સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
મેઘરાજાની મોસમ આવે,ત્યાં ના કોઇથીય છટકાય
વાદળ ગાજેને વિજળીજોતાં,દેહો આશરે આવીજાય
પરમકૃપાપરમાત્માની,શીતળ સમી સાંજ મળીજાય
અજબલીલા અવિનાશીની,જે જગે માનવીને દેખાય
.                  ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.

======================================

શેરડી ધામ


 .

.

.

.

.

.

.

.

.

.

.

.

                         શેરડી ધામ

તાઃ૨૨/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇનામનું ગુંજન સાંભળી,મન મારું મલકાય
શેરડીધામે સાંઇને જોતાં,જન્મસફળ થઈ જાય
.                 ……………….સાંઇનામનું ગુંજન સાંભળી.
પ્રેમ મળે સાંઇબાબાનો,ત્યાં માનવજાત હરખાય
ભેદભાવને દુરકરી જીવો,પ્રભુકૃપા મેળવતાજાય
માનવતાની મહેંક પ્રસરાવી,બાબાએ દીધી રાહ
પ્રેમ ભક્તિની રાહ મળતાં,સૌ દર્શન કરતા જાય
.                 ………………..સાંઇનામનું ગુંજન સાંભળી.
સાંઇસાંઇની ધુનકરતાં,માનવીને સ્નેહ મળી જાય
સરળ જીવનની સાંકળ જોતાં,બાબા ખુબ હરખાય
સાંઇ સ્મરણની એક જ લીલા,ના ભેદભાવ દેખાય
ભક્તિ જીવની સંગે રાખતાં,મોહમાયા ભાગી જાય
.                …………………સાંઇનામનું ગુંજન સાંભળી.

================================