પ્રેમથી ભક્તિ


 .                          પ્રેમથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપાજ થઈ જાય
શ્રધ્ધા રાખી પ્રભુને ભજતાં,જન્મ સફળથઈ જાય
.                  ……………….પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
મોહમાયાને દુર કરતાં,જીવને શાંન્તિ મળી જાય
આધીવ્યાધીને આઘી મુકતાં,નિર્મળ જીવન થાય
લીલાકુદરતનીઅવનીએ,સાચીભક્તિએ સમજાય
શાંન્તિનોસહવાસ મળતાં,જીવને મુક્તિમળી જાય
.                 ………………..પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
સરળ જીવનની સાચી કેડી,પ્રભુભક્તિએ મેળવાય
નિર્મળતાના વાદળવરસે,ને પ્રેમ સૌનો મળીજાય
પ્રભુકૃપાની હેલી મળતાં,કળીયુગ દુર ભાગી જાય
આવીઆંગણે મળે પ્રેમપ્રભુનો,એજભક્તિ કહેવાય
.                …………………પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.

++++++++++++++++++++++++++++++++++++