શાને મળે?


 .                        શાને મળે?

તાઃ૨૬/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ દેહ તો મુક્તિ માગે,લઈ દેહ જીવ ભટકાય
કરુણા કરુણા કરતાં કરતાં,વ્યાધીઓ વધતી જાય
.                    ………………માનવ દેહ તો મુક્તિ માગે.
કર્મનીકેડી જીવને મળે અવનીએ,સૌને મળીજાય
માનવતાની મહેંક પ્રસરે,જે દેહે વર્તનથી દેખાય
કરેલ કર્મની સીડી ચઢવા,જગે નાકોઇથી છટકાય
માનવ મનની એજ આશા,વ્યાધી શાને મળીજાય
.                    ………………..માનવ દેહ તો મુક્તિ માગે.
નિર્મળતાનો સંગ છુટે,ત્યાં તકલીફોજ મળતી જાય
સરળતાની રાહને શોધતાં,ના માર્ગ જીવને દેખાય
ભક્તિનીએક નાનીકેડીએ,આ જન્મસફળ થઈજાય
મુક્તિનો અણસારમળે,જ્યાં ભક્તિ માર્ગમળી જાય
.                    ………………..માનવ દેહ તો મુક્તિ માગે.

=================================