સાચી સમજ


                                     સાચી સમજ

તાઃ૨૯/૭/૨૦૧૨                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

.                  .અમેરીકા આવવાના મોહને કોઇ રોકી શકતુ નથી કારણ અહીંથી
ભારત જનારા લોકો ત્યાં જઈને પોતાના અહંમને સાથે રાખી અમેરીકા આમ
અમેરીકા તેમ બોલે એટલે નિર્દોષ અને નિખાલસ જીવો વાતોમાં ફસાઇ જાય
આ અમેરીકા જ્યાં………..

* નોકરી ના હોય તો આખો દીવસ ઘરમાં જ ભરાઇ રહેવાનું.
* ઘરમાં ઇલેક્ટ્રીક ના હોય તો જીવન જીવવુ અશક્ય લાગે કારણ ઘરમાં દરેક
    જગ્યાએ લાઇટની જરૂર પડે રસ કાઢવો હોય કે મીક્શ કરવુ હોય કે પછી ઠંડી
     કે ગરમી મેળવવી હોય તો જરૂર પડે જ કારણ સાધન વગર તે શક્ય નથી.
* ઘરમાંથી મંદીર જવુ હોય કે શાકભાજી લેવા તો મોટર વગર જવાય જ નહીં
   અને મોટર માટે પેટ્રોલ જોઇએ એટલે કે નાણા વગર નો નાથીયો ના રહેવાય.
* દેશમાં એવો દેખાવ કરવો કે સંતાનને માબાપ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે
    તેમને પોતાની પાસે અમેરીકા બોલાવે છે પણ હકીકતમાં મોટા ભાગે માબાપને
    અહીં બોલાવી સરકારના પૈસા મેળવવાનો પ્રયત્ન કરી લાભ લેવો નહીંતો પછી
    ધરડા ઘરમાં મુકી દેવા જ્યાં સરકારના પૈસા કે જે ભીખ જ કહેવાય તે મેળવી
    પરાણે જીવવું અને ખુણામાં બેસી રડવું. (આ પ્રસંગ મેં અહીં જોયો છે)
* અહીં આવ્યા બાદ જ્યારે માબાપને સાચો ખ્યાલ આવે ત્યારે મોં બંધ રાખી
     જીવવું પડે છે કારણ પોતાના સંસ્કાર એજ સાચવે છે.
* ધરડા ઘરમાં મુકેલા માબાપ અમેરીકામાં ફાધર ડે અને મધર ડે ની રાહ જુએ છે
    કારણ તે દીવસે કમસે કમ સંતાનના સંતાન જોવાની તક મળે બાકી તો હાયબાય
    ફોન પર મળતી હોય છે.
* આ દેખાવની દુનીયા જ છે પણ કમસે કમ આપણા હિન્દુ મંદીરમાં સંસ્કાર દેખાય
    કારણ શનિ,રવિ ઘરમાં ખાવા કરવાની શાંન્તિ.મંદીરમાં જઈ લોકોને મળવું મોટી
     મોટી વાતો કરવી એ પ્રથા થઈ ગઈ છે.
* અહીંયા આવી મંદીરમાં વધારે ભરાઇ રહેવાથી ધણા લોકોને આનંદ થાય છે
    કારણ અહીં મંદીરમાં દેખાવ કરવાથી ધણા લાભ મળે છે.જે અહીં આવ્યા બાદ
     ખબર પડે છે.સાધુ હોય કે સત્સંગી બધાને લહેર છે.
* આ દેશમાં ડૉક્ટર થઈ જીવવામાં શાંન્તિ છે કારણ તેમણે આપેલ એક દવાની
     આડ અસરમાં કાયમ દર્દી મળી રહે એટલે આવક માં વાધો નહી અને વિમા નો
      ધંધો કરનાર પણ ભુખે ના મરે કારણ અહીંયા વિમો એ જરૂરી માર્ગ બતાવ્યો છે.
* આ દેશમાં આવી ત્યાં સારુ ભણેલાને પણ મજુરી કરતાં અને ત્યાંના ભણતરની
     અહીં કોઇ કિંમત નથી તે પણ મેં જાતે જોયેલ છે.

=++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: