જન્મોજન્મ


                                   જન્મોજન્મ

તાઃ૧/૮/૨૦૧૨                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ જન્મથી જગતમાં,કર્મ બંધનથી જકડાય
માનવમનની આજ છે વ્યાધી,જે જન્મોજન્મથી બંધાય
.                 ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.
અવનીપરના આગમને,અનેક રૂપે જીવને દેહ મળી જાય
સંબંધની સાંકળ પણ એવી,જગે ના કોઇ જીવથી છટકાય
સંત જલાસાંઇની ભક્તિ રાહે,ના જીવ અવનીએ ભટકાય
સરળ જીવનમાં શાંન્તિ મળતાં,જીવને મુક્તિ મળીજજાય
.                  ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.
કળીયુગી કાતર છેએવી,જ્યાં માનવી અહી તહીં લબદાય
શ્રધ્ધારાખી સેવા કરતાં જીવે,નિર્મળભાવના મળતી જાય
શરણુ સાચુ મનથી લેતાં,કળીયુગી આધીવ્યાધી દુર જાય
જન્મોજન્મની કેડીછુટે જીવથી,ત્યાં કૃપા પ્રભુની થઈ જાય
.                   ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.

======================================