જીવનની સરળતા


.                        .જીવનની સરળતા

તાઃ૩/૮/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવે દોડી ઉપાધી,નાસરળ જીવને સમજાય
એક ઉપાધીને સમજતાં,જીવનમાં બીજી આવી જાય
.                   ………………….ક્યાંથી આવે દોડી ઉપાધી.
જન્મ મળતા જીવને અવનીએ,બંધન દેહે છે બંધાય
કર્મનીકેડી અજબ નિરાળી,જે જીવને દેહ મળે સંધાય
સમજણજીવની સાચીસરળ છે,જે ભક્તિમાર્ગે લેવાય
મળીજાય માયાપ્રભુની જીવને,મુક્તિમાર્ગ મળી જાય
.                ……………………ક્યાંથી આવે દોડી ઉપાધી.
માગ્યુ ના માબાપથી જેણે,કે ના અપેક્ષાની કોઇ રાહ
મળી જાય અંતરથી દેહને,જે સાચો પ્રેમ જ કહેવાય
સરળજીવનની આરાહે,જીવથીશાંન્તિ સદા મેળવાય
મુક્તિમાર્ગ જલાસાંઇ ખોલે,ત્યાંજન્મ સફળ થઈજાય
.                 …………………..ક્યાંથી આવે દોડી ઉપાધી.

++++++++++++++++++++++++++++++++++++