આનંદ થયો


આનંદ થયો

 તાઃ૫//૨૦૧૨                  પ્રદીપબ્રહ્મભટ્ટ

ઝરઝરમર વર્ષા નિરખતાં,હૈયુ મારુ હરખાણું
શીતળતાનો સંગ મળતાં,આનંદ સાચો માણું
.                  ……………..ઝરઝરમર વર્ષા નિરખતાં.
નિર્મળતાના વાદળ વર્ષે,ત્યાં પ્રભુકૃપા હુ પામું
સ્વાર્થમોહને દુરકરતાં,મારુ જીવનસાર્થક જાણું
મળે જ્યાં પ્રેમ જલાસાંઇનો,બીજુ કાંઇના માગું
સ્નેહનીવર્ષા મળી જતાંજ,હુ આનંદ જીવે માણું
.                 ……………….ઝરઝરમર વર્ષા નિરખતાં.
માનવજીવન મહેંકી ઉઠતાં,જન્મસફળ હું માનું
પ્રેમની કેડી પારખી લેતાં,સહવાસ સાચો જાણું
મનનીમુંઝવણ દુર જતાં,સ્નેહ સૌનોલઈ આવું
અંતની નારહે ચિંતાજીવને,જ્યાંમોક્ષ સંગેરાખુ
.                 ………………..ઝરઝરમર વર્ષા નિરખતાં.

==============================